________________
ગાથા-૨૦
૩૯૫
જીવનું કર્તવ્ય છે.
જૈન દર્શનમાં ગુરુવંદન ભાષ્ય', 'ગુરુતત્ત્વવિનિશ્ચય' વગેરે ગ્રંથોમાં સદ્ગુરુનાં વિનય-વૈયાવચ્ચની વિચારણા બહુ સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. સદ્ગુરુને અનુકૂળ વાતાવરણ કરી આપવું, તેમની ચાકરી કરવી, તેમના પગ પખાળવા, તેઓ થાકેલા હોય ત્યારે હાથ, પગ કે શરીરના અન્ય અંગ દાબી આપવાં; તેઓ ઉપસર્ગથી, વૃદ્ધાવસ્થાથી, રોગાદિથી પીડિત હોય તો ઔષધ આદિથી કે પોતાના શરીરથી તેમની તેમને અનુકૂળ હોય તેવાં આહાર, પાણી, ઔષધાદિ આદર-ભક્તિપૂર્વક આપવાં; તેમને જ્ઞાનયોગાદિના અભ્યાસ માટે અનુકૂળ સગવડ કરી આપવી; તેમનાં શયનસ્થાન, બેસવાનાં સ્થાન આદિ સ્વચ્છ કરવાં; તેમનાં ઉપકરણો સાચવવાં ઇત્યાદિનો સમાવેશ વૈયાવજ્યમાં થાય છે. સદ્ગુરુ પ્રત્યે શિષ્ટ આચાર જાળવવો પણ આવશ્યક છે, કારણ કે એના ભંગથી તેમના વિનયનો ભંગ થાય છે. ગુરુને વંદન કરવાં, પ્રેમાદર સહિત તેમની શાતા પૂછવી, તેમની એકદમ પાસે બેસી પગ સાથે પગ ન અડાડવા; તેમની પાસે પગ ઉપર પગ ચડાવી ન બેસવું કે પગના ઘૂંટણ છાતી પાસે રાખી હાથ બાંધી ન બેસવું; પગ ફેલાવીને ન બેસવું; તેમનાં આસન, શય્યા, ભોજન સંબંધી પાત્રોનો, વસ્ત્રોનો ભોગ-ઉપભોગ ન કરવો; શૌચાલયમાં, શરીર મલિન હોય ત્યારે, અયોગ્ય સ્થાને કે અયોગ્ય સમયે તેમના નામનો ઉચ્ચાર ન કરવો; વાણી કે કર્મથી, ગુપ્ત રીતે કે પ્રગટરૂપે ગુરુ સાથે વૈર ન રાખવું; ગુરુના અવર્ણવાદ ન બોલવાં; તેમના દોષો ન બતાવવા; તેમજ કોઈ તેમની નિંદા કરતું હોય તો તે ન સાંભળવું આદિ શિષ્ટ આચારનું પાલન સદ્ગુરુના વિનયપાલન માટે ખૂબ આવશ્યક છે.
વળી, સદ્ગુરુનો યથાયોગ્ય વિનય કરવા અર્થે તેઓ પ્રત્યેની ૩૩ આશાતનાઓનો ત્યાગ કરવો પણ આવશ્યક છે. તે ૩૩ આશાતનાઓ આ પ્રમાણે છે – (૧) ગુરુની આગળ નિષ્કારણ ચાલવું તે પુરોગમન' આશાતના. માર્ગ બતાવવા કે કોઈ વૃદ્ધ, અંધ વગેરેને સહાય કરવા માટે આગળ ચાલવામાં દોષ નથી. (૨) ગુરુની સાથે જ બાજુએ, જમણા કે ડાબા પડખે નજીકમાં ચાલવું તે પક્ષગમન' આશાતના. નજીકમાં ચાલતી વખતે શ્વાસ, ખાંસી, છીંક ઇત્યાદિના કારણે ગુરુ ઉપર ગ્લેખ વગેરે ઊડવાથી આશાતના થાય છે. (૩) ગુરુની પાછળ લગોલગ ચાલવું તે ‘આસનગમન-પૃષ્ઠગમન' આશાતના. (૪) ગુરુની આગળ ઊભા રહેવું તે પુર:' આશાતના. (૫) ગુરુની પડખે નજીકમાં ઊભા રહેવું તે ‘પક્ષી' આશાતના. ૧- જુઓ : આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીકૃત, ‘ગુરુવંદન ભાષ્ય', સૂત્ર ૩૫-૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org