________________
૩૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ભાવ, દંભ, માયા, કપટ આદિ અનેક દોષ ઉત્પન્ન થાય છે અને જો જીવ થોડો પણ આગળ વધ્યો હોય તો પાછો પડે છે.
વળી, ‘હું કંઈક છું, મોટો છું, વિદ્વાન છું, સમજું છું' એવો અહં તેનામાં સદ્ગુરુ પ્રત્યે અંતરંગ ભક્તિ ઉત્પન્ન થવા નથી દેતો. દુર્લભ એવો સદ્ગુરુનો યોગ મળવા છતાં પોતાનો અહં આડે આવતો હોવાથી તેને તેમના પ્રત્યે પ્રેમ કે આદરભાવ ઊપજતો નથી. તે સંસારમાં માન મેળવવા લોકરંજનાદિ કરી અનેક લોકોની ગુલામી કરે છે, પણ માર્ગને બતાવનાર સદ્ગુરુની ઉપાસના કરતો નથી, દોષનો ઉપાય બતાવનાર સગુરુના ચરણમાં ઝૂકતો નથી. આત્મશ્રેય માટે ‘તેઓ જ એક આશ્રયરૂપ છે' એવા ભાવ સાથે પોતાનું સર્વસ્વ તેમના ચરણમાં તે અર્પણ કરતો નથી. તેથી તે આશ્રયનો યોગ મળવા છતાં મન, વચન અને કાયાથી અપ્રમત્ત પુરુષાર્થ વડે તે યોગને આરાધી શકતો નથી. સદ્ગુરુ વિષે સામાન્યપણું ધારી લેતો હોવાથી પણ તે આત્મસમર્પણ કરી શકતો નથી. માનના કારણે તેને સદ્ગુરુ પ્રત્યે પરમ પ્રેમ અને ભક્તિભાવ પ્રગટતા નથી.
ભવભયહારિણી અને શિવસુખકારિણી એવી અપાર માહાત્મવાળી આજ્ઞા પ્રાપ્ત થવા છતાં તેને આજ્ઞાનું તથારૂપ માહાભ્ય લક્ષગત થતું નથી અને તેથી સદ્ગુરુના સંગમાં આવ્યો હોય તો પણ તેમના સંગનો રંગ લાગતો નથી. તેમના પરિચયમાં આવવા છતાં તેને તેમની ઓળખાણ થતી નથી. તેમની અચિત્ય, અનુપમ, અલૌકિક દશા નહીં સમજાતાં તેમના પ્રત્યે ઉલ્લાસભાવ નથી આવતો, આનંદની ઊર્મિઓ નથી ઊછળતી, એકતાર સ્નેહ નથી ઊભરાતો. ખરેખર તો તેને જન્મ-મરણથી છૂટવાની જરૂરિયાત જ લાગી નથી, મુક્ત થવાની રુચિ જ જાગી નથી, સદ્ગુરુની આવશ્યકતા જ લાગી નથી. તેને તો માનપુષ્ટિમાં જ રસ છે. તેને બંધનનો છેદ ઉડાડવા ભણી દષ્ટિ જ નથી થતી, તેથી તે લોકરંજનમાં જ વ્યસ્ત રહે છે. તે ક્યારેક સગુરુના યોગમાં હોય તોપણ માનાદિની કામનાના કારણે સગુરુથી વિમુખ જ રહે છે. તેને માનમાં એટલો બધો રસ હોય છે કે તે અર્થે તે સદ્ગુરુ માટે વિકલ્પ કરવામાં, શંકા કરવામાં, તેમની આજ્ઞાની અવગણના કરવામાં, ક્યારેક તો અવર્ણવાદ બોલવામાં અને અપમાન કરવામાં પણ પ્રવૃત્ત થઈ જાય છે. પોતાનો અહં ન સચવાતો હોય તો તે સદ્દગુરુને છોડવા પણ તૈયાર થઈ જાય છે.
માનથી ઉન્મત્ત થયેલો પુરુષ થોડી બાહ્ય ક્રિયા કરીને કે થોડું શાસ્ત્રજ્ઞાન મેળવીને પોતાને જ શ્રેષ્ઠ સમજવા લાગે છે અને જગતને મૂર્ખ સમજે છે. તે પોતાના માનને ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૪, શ્લોક ૮
'केचित् किंचित्परिज्ञाय कुतश्चिद्रर्विताशयाः । जगन्मन्दं प्रपश्यन्तो नाश्रयन्ति मनीषिणः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org