________________
ગાથા-૧૮
૩૬૭
પોષવા સ્વચ્છંદાચારી બને છે અને કોઈનો પણ આશ્રય લેવાનો અસ્વીકાર કરે છે. તે સદ્ગુરુના વચનથી નિરપેક્ષપણે, એટલે કે તેમને અવગણીને પ્રવૃત્તિ કરે છે. તેને પોતાના પ્રયત્ન શુભ અને હિતકારક લાગે છે, પણ વાસ્તવમાં તે માનપ્રેરિત હોવાથી તેને તે અશુભ અને અહિતકર્તા નીવડે છે. જેમ ઝાંઝવાનાં નીરમાં જળની ભ્રમણા થવાથી તે પીવા માટે થતી પ્રવૃત્તિ નિષ્ફળ છે, તેમ આજ્ઞાનિરપેક્ષપણે થતી પ્રવૃત્તિ મોહસ્વરૂપ તેમજ ભમમૂલક હોવાથી નિષ્ફળ છે અને તેથી તેની તે સર્વ આચરણા વ્યર્થ જાય છે. ૨
અભિમાની પુરુષ માને છે કે “હું જ મારી જાતે મોક્ષમાર્ગ સાધવા સમર્થ છું. તે એમ નથી સમજતો કે નિજઈદે કોઈ કાળે સભ્યત્વ પ્રાપ્ત નથી થતું, ઊલટું સદ્ગુરુથી વિમુખ વર્તવાથી પોતાના અનંતાનુબંધી કષાયોની જ પુષ્ટિ થાય છે. તે એટલો બધો છકી ગયો હોય છે કે તે સદ્દગુરુની નિંદા કરીને અનંતાનુબંધી ક્રોધ, સગુરુ પાસે પોતાનો અહં આગળ કરીને અનંતાનુબંધી માન, સદ્દગુરુ આગળ વંચનાબુદ્ધિથી વર્તીને અનંતાનુબંધી માયા અને સદ્ગુરુ કરતાં પૂજા-સત્કારાદિના લોભને પ્રાધાન્ય આપીને અનંતાનુબંધી લોભ દઢ કરે છે. જે આ દોષોને ગુરુની સહાય લીધા વગર દૂર કરવાની અભિલાષા રાખે છે, તે ભયંકર મગરમચ્છાદિ જલચરોથી ભરપૂર એવા સમુદ્રને પોતાની ભુજાએ જ તરવાની ઇચ્છા રાખે છે. બંધાયેલો જેમ પોતાની મેળે પોતાને બંધનથી મુક્ત કરી શકતો નથી, પણ બંધનરહિત વ્યક્તિની સહાયથી તે મુક્ત થઈ શકે છે; તેમ માનના પાશમાં જકડાયેલી વ્યક્તિ નિજઈદે છૂટી શકતી નથી, પરંતુ અપ્રતિબદ્ધ, મુક્ત એવા સદ્ગુરુના શરણના અવલંબનથી અલ્પ પ્રયાસે મુક્ત થઈ જાય છે.
પોતાના અહંરૂપ રોગને દૂર કરવા પ્રત્યક્ષ સદ્ગુરુના શરણ જેવું કોઈ ઔષધ નથી. માનાદિ શત્રુઓની નિવૃત્તિ અને નમતાદિ ગુણોની રક્ષા તથા વૃદ્ધિ માટે સદ્દગુરુ ભવારણ્યમાં સાર્થવાહ સમાન છે. ગમે તેટલું બળ વાપરીએ, પથ્થરથી પ્રહાર કરીએ તોપણ તાળું ન ખૂલે, પણ ચાવીનો ઉપયોગ કરતાં અલ્પ પ્રયાસે તાળું ખૂલી જાય છે; તેમ જીવ નિજછંદે ચાલી ગમે તેટલા ઉપાય કરે તોપણ દોષ જાય નહીં, પણ સગુરુનું શરણ ગ્રહે તો અલ્પ પ્રયાસે અને અલ્પ સમયમાં માનાદિ મહાશત્રુઓનો સંહાર થાય છે. અનન્ય ઉપકારી અવલંબનરૂપ એવા શ્રી સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ કૃપાપ્રસાદીરૂપ ગુરુગમથી તે દોષો સુગમપણે વિલય થાય છે. અનંતાનુબંધી મહાશત્રુઓને ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ચ ૧૯, શ્લોક ૫૩
“રોચતીનાનિયાવારજનક |
विराध्याराध्यसन्तानं स्वेच्छाचारेण वर्तते ।।' ૨- જઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૯, કડી ૧૬૭
આચરણ તેહની નવી, કેતી કહિયે દેવ? નિત્ય તૂટે છે સાંધતાં, ગુરુ વિણ તેહની ટેવ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org