________________
ગાથા-૧૮
૩૭૧
‘પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણું વિચારે, તો પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય."
જેને પોતાના દોષો ખૂબ નિંદાજનક, દુઃખરૂપ, ત્રાસદાયક નથી લાગતા, તેને આત્મહિતની સાચી રુચિ જ નથી. તેના અભિપ્રાયમાં તો તે દોષોનું સ્વાગત છે, ઊંડે ઊંડે તે દોષોને લાભદાયી અને હિતકારી માને છે અને તેથી તે પોતાના દોષોનો વિલય કરવામાં અસમર્થ જ રહે છે. સાધકને દોષોની અનુમોદના નથી, દોષોને ગુણરૂપે ખતવવાની ભાંતિ નથી, તે પ્રત્યે અભિપ્રાયમાં તેને અત્યંત ત્રાસ અને ધિક્કાર વર્તે છે. સદ્ગુરુની દોષ દર્શાવનારી શીખ મળતાં જ તે સત્વરે પુરુષાર્થ ઉપાડે છે, કારણ કે મહગુણ પ્રગટાવવાનો અવસર મળ્યો છે એવી અપૂર્વતા તેના દિલમાં વસી હોય છે. તેને પોતાના દોષ પકડાતાં તે દૂર કરવાની તીવ્ર તાલાવેલી લાગે છે. પોતાના અલ્પ દોષ માટે પણ તે અત્યંત પશ્ચાત્તાપ કરે છે અને કોઈ પણ દોષને પ્રાયશ્ચિત સિવાય જવા દેતો નથી. તે પોતાના દોષ પ્રત્યે એટલો સભાન હોય છે કે અલ્પાંશે પણ કુવૃત્તિ ઊઠે કે તરત જ પોતાના હાથમાં આત્મનિંદા-ગ-તિરસ્કારની તલવાર લઈને તે વૃત્તિ ઉપર આક્રમણ કરે છે, તેના ઉપર શૌર્યપૂર્વક તૂટી પડે છે અને તરત જ પ્રાયશ્ચિતરૂપી બ્રહ્માસ્ત્ર વડે તે શત્રુઓને વશમાં કરી લે છે. તે પોતાના દોષ માટે કડકમાં કડક, તનમન કાંપી ઊઠે એવું પ્રાયશ્ચિત લે છે, જેથી બીજી વખત તેવો દોષ પુનરાવર્તન ન પામી શકે. જેમ પગમાં કાંટો ખૂંપી ગયો હોય તો બધું કામ પડતું મૂકીને પણ પહેલાં કાંટો કાઢવામાં આવે છે, તેમ સાચો સાધક સૌ પ્રથમ પોતાના અંતરનું શલ્ય નિર્મૂળ કરવા પ્રત્યે જ પોતાની સર્વ બુદ્ધિ-શક્તિ કેન્દ્રિત કરે છે. આવા બડભાગીના દોષો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળમાં દૂર થાય છે. સગુરુના આશ્રયે દોષો ઉપર વિજય મેળવી તે શીધ્ર શિવગામી બને છે.
આમ, સદ્ગુરુના શરણનું અવલંબન લઈ આત્માર્થી જીવ પોતાના દોષો દૂર કરે છે. તેમની અનુભવવાણી આત્માનુભવની ઝંખના જગાડે છે, દોષો દૂર કરવાનો રાહ ચીંધે છે, તે માટે પુરુષાર્થ કરવાનું બળ આપે છે. તેમના ઉપદેશથી અનાદિ કાળની અશુભ વૃત્તિઓ શાંત થાય છે. તેમનાં વચનો એવાં બળવાન હોય છે કે વર્ષો સુધી શાસ્ત્રાભ્યાસ કરતાં જે ઉપાય ન સમજાય તે ઉપાય તેમના યોગથી થોડા વખતમાં સહેજે સમજાઈ જાય છે. શ્રીમદ્ કહે છે –
‘તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૦ (ઉપદેશછાયા-૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org