________________
૩૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિનયમાર્ગનું બહુમાનપૂર્વક સમર્થન કરવામાં આવ્યું છે. આ વિનયમાર્ગનો મૂળ હેતુ આરાધક જીવને જ સમજાય છે. આ માર્ગનું આત્મોપકારકપણું કોઈ ભાગ્યવંત “સુભાગ્ય' જીવ જ સમજી શકે છે. તે જાણે છે કે સ્વચ્છંદ ટળે તો જ આત્મપ્રાપ્તિ થાય અને સ્વછંદ પોતાની મેળે ટળતો નથી. પોતાની બુદ્ધિ પ્રમાણે વર્તવાથી તો તે વધતો જાય છે. સ્વચ્છંદ ટાળવા માટે વિનય એક મહાન અદ્ભુત સાધન છે. વિનયમાર્ગનો મૂળ હેતુ જીવનો સ્વછંદ ટાળવાનો છે. આ વિનયમાર્ગનો પાયો છે આજ્ઞાશ્રિતપણું. સદ્દગુરુના ચરણે સર્વાર્પણ કરવું તે દોષમુક્તિનો, ગુણવૃદ્ધિનો, લક્ષ્ય પ્રાપ્તિનો મહામૂલો અને સરળતમ ઉપાય છે એમ જે જીવને સમજાય છે તે જીવ મહાભાગ્યશાળી છે, સુભાગ્યવંત છે. તેવો જીવ સુલભબોધિ પણ કહેવાય છે, કારણ કે આવા જીવને રત્નત્રયીનો લાભ પ્રાપ્ત થવો સુલભ છે.
4 જીવમાં રહેલો સ્વચ્છંદ નામનો દોષ બીજા ઘણા દોષોને આશ્રય આપીને વિશેષાર્થ
1 તગડો થતો જાય છે. સ્વચ્છંદની લીલા પણ એવી ભ્રામક હોય છે કે તે જીવને પોતે સ્વચ્છંદી છે એમ જણાવા દેતી નથી. તેને પોતાના દોષ દેખાતા નથી. પોતાની સ્વતંત્ર વિચારશ્રેણી હોવી જોઈએ એમ માની ઘણા જીવો સ્વછંદને જ પોષતા હોય છે. સદ્ગુરુ પ્રત્યેની અર્પણતા એ પરતંત્રતા છે એમ માની, સદ્ગુરુના આલંબનનો અસ્વીકાર કરીને જીવ પોતાના અંતરને કલુષિત કરે છે. હું જાણું છું', “મોટો છું', ‘હું પ્રમુખ આદિ અગ્રસ્થાને છું', “ધર્મની મને ખબર છે' એવું અભિમાન તેને સદ્ગુરુ પાસે જવામાં વિજ્ઞભૂત થાય છે. ભૂંડ જેમ સુંદર અનાજના કૂંડાને છોડીને કીચડને પસંદ કરે છે, તેમ સ્વચ્છંદી જીવ સદ્દગુરુનો આશ્રય છોડી સ્વચ્છેદે વિચારવામાં જ આનંદ માને છે. પોતાનું જ ધાર્યું કરવાની, મનમાન્યું કરવાની સ્વચ્છંદતાના કારણે વર્ષો સુધી ધર્માનુષ્ઠાનો કરવા છતાં કર્મભાર તો ઓછો થતો નથી, પરંતુ તેની તે ધર્મક્રિયાઓ પણ ભારરૂપ બને છે. તે જીવ પરમાર્થમાર્ગથી ચુત થાય છે અને અનંત દુઃખને નિમંત્રે છે.
આ સ્વચ્છેદરૂપી મહાદોષનો ત્યાગ કરવા સદગુરુનો આશ્રય આવશ્યક છે. પરંતુ સદ્દગુરુનો યોગ પણ ત્યારે જ સાર્થક થાય છે, જ્યારે જીવ વિનય સહિત તેમની ઉપાસના કરે. જો જીવમાં વિનય ન હોય તો સદ્ગુરુની ઉપાસનામાં તેને આદર, પ્રેમ, ઉલ્લાસ આદિ જાગૃત થતાં નથી. તેથી તેણે સૌ પ્રથમ વિનયમાર્ગમાં પોતાના મનને સ્થાપવું ઘટે છે, સર્વાર્પણપણે સગુરુના ચરણની ઉપાસના કરવી ઘટે છે. આજ સુધી પોતે કરેલાં સર્વ સાધન નિષ્ફળ ગયાં છે તથા આજ સુધી પોતે જાણેલું સર્વ અજ્ઞાન છે અને સાચું જ્ઞાન તો સદ્ગુરુ પાસે છે એમ નિર્ધારી, પોતાનાં સ્વચ્છેદ-અભિમાન મૂકી, વિનયપૂર્વક સદ્દગુરુની આરાધના કર્તવ્યરૂપ છે. શ્રીમદ્ પ્રકાશે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org