Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૭
૩૫૩
અવસર તથા મોક્ષ સાધવાનું ટાણું, સ્વછંદ અને મતાગ્રહમાં પ્રવૃત્ત થઈ ગુમાવી દેવા ઇચ્છતો નથી. સદ્દગુરુના લક્ષે વર્તવામાં જ તેને કલ્યાણ લાગે છે. અનંત કાળથી માન અને મતમાં સુખ માનીને તેણે તેમાં પોતાનો આત્મા હોમી દીધો હતો અને દુઃખી થયો હતો. હવે તે સદ્ગુરુની આજ્ઞાનું શ્રદ્ધા અને પ્રેમથી પાલન કરવા ઇચ્છે છે કે જેથી ચૈતન્યસુખના સ્વાદમાં લીન થઈ તે મોક્ષને પામે. તે સ્વચ્છંદ અને મતના આગ્રહના સકંજામાં સપડાઈ જવા ઇચ્છતો નથી અને તેથી તેનાથી તે દૂર જ રહે છે.
આત્માર્થી મતના આગ્રહનો બિલકુલ આશ્રય કરતો નથી. તે સદ્ગુરુની આજ્ઞાના પાલનનો દૃઢ આગ્રહ રાખે છે. કદાહ, મતામહ તો સર્વથા અનિષ્ટ હોવાથી સર્વત્ર વર્ય જ, ત્યાગવા યોગ્ય જ છે. આજ્ઞાનો આગ્રહ કરવો, એટલે કે આજ્ઞાનું દઢ ભક્તિથી આરાધન કરવું, સૂક્ષ્મ વિચાર દ્વારા તેના આશયને પકડવો અને આજ્ઞાને દઢપણે વળગી રહી તેને અખંડપણે સેવવી. આ પ્રમાણે પ્રશસ્ત અર્થમાં આજ્ઞાપાલનનો આગ્રહ કરવો આત્માર્થીને સર્વથા અભિપ્રેત છે, કારણ કે તે તેના ઇષ્ટ પ્રયોજનની સિદ્ધિનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે અને તેથી આજ્ઞાપાલનની દઢ લગનીરૂપ આરાધના કરવા, તેની જ રઢ લગાડીને તેની પાછળ મંડી પડવા તે ઇચ્છે છે. તે પોતાની ઇચ્છાનો ત્યાગ કરી અત્યંત તન્મયપણે આજ્ઞાધીન રહે છે. શ્રીમદ્ કહે છે –
જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.
જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.
જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.”
ગુરુ-આજ્ઞાને એકચિત્તે અને એકનિષ્ઠાએ આરાધી સ્વરૂપ પ્રાપ્ત કરવાની આત્માર્થી જીવને તીખી તમન્ના જાગે છે. સદ્દગુરુના દિવ્ય સ્વરૂપનો વિચાર કરતાં તેને પ્રેમભક્તિ પ્રગટે છે. તે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી સદ્ગુરુને પ્રેમાર્પણ કરે છે અને મોક્ષનો જે સદુપાય તેઓ દર્શાવે તેને પ્રયોગમાં મૂકે છે. સદ્દગુરુનું પવિત્ર જીવન અને તેમની સંસારનાશિની દેશના તે સતત પોતાની દૃષ્ટિ સમક્ષ રાખે છે. સદ્ગુરુએ ઉચ્ચારેલાં સુધામય વચનોને વારંવાર વાગોળ્યા હોવાથી તે તેના હૃદયમાં કોતરાઈ ગયાં હોય છે. તે વચનોનો ભાવાશય તેના આત્માને સ્પર્શી ગયો હોવાથી તેનામાં પ્રેમની માત્રા સહેજે વધે છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં તેને પોતાના પ્રિય ગુરુનું જ સ્મરણ રહ્યા કરે છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૬૨ (પત્રાંક-૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org