Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કુમતિ જીતી જાય છે. આમ, જીવ સંસારમાં તો વિપરીતતા આચરે જ છે, પણ ધર્મના ક્ષેત્રે પણ પોતાનો સ્વછંદ મૂકતો નથી અને તેથી ધર્માનુષ્ઠાનો કરીને પણ મહાભયંકર મિથ્યાત્વને જ પોષે છે.
વળી, સત્સંગનું અપૂર્વ માહાસ્ય નહીં હોવાથી તે પોતાના કુળધર્મના મતનો આગ્રહ કરે છે. તેનામાં વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અને સરળતા નથી હોતાં. કૂવામાંનો દેડકો જેમ દુનિયાને કૂવા જેટલી જ માને છે, તેમ મતાગ્રહી જીવ પોતાના મતને જ સાચો માને છે. અન્ય પક્ષે પણ સત્ય હોઈ શકે એવું સ્વીકારવા જેટલી તેનામાં નિષ્પક્ષપાતતા હોતી નથી. વળી, પોતાનાં વિચાર અને કથન ખોટાં હોઈ શકે એવું સ્વીકારવા જેટલી સરળતા પણ નથી હોતી. પોતે જે માને છે તેને જ તે પૂર્ણ સત્ય માને છે. તે અપેક્ષિત સત્ય હોઈ શકે એવું તે નથી સમજતો. સત્સંગમાં બીજી અપેક્ષાઓનું જ્ઞાન થતાં પોતે અપેક્ષા ચૂકી ગયો છે એવું સ્વીકારવાને બદલે તે પોતાની અપેક્ષાનો જ આગ્રહ રાખે છે. દોરીમાં વચ્ચે ગાંઠ પડી હોય તો સોય ત્યાં જ અટકી જાય, તેમ પોતાના પૂર્વગૃહીત અભિપ્રાયની ગાંઠના કારણે તે અટકી જાય છે. તે પોતાના મતની સિદ્ધિ કરવા માટે વિવિધ દૃષ્ટાંતો, યુક્તિઓ, તર્કોનો ઉપયોગ કરે છે અને સામી વ્યક્તિને નિરુત્તર બનાવવાનો પ્રયાસ કરે છે. તે યેનકેન પ્રકારે પોતાને મનફાવતો અર્થ બંધ બેસાડીને પોતાનું સાચું અને અન્ય વ્યક્તિનું ખોટું એમ સિદ્ધ કરવાના પ્રયત્નમાં રત રહે છે, પછી તે અન્ય વ્યક્તિ સદ્ગુરુ હોય તો પણ તે દરકાર કરતો નથી. તેનો આગ્રહ તેને કુટિલ આવેશરૂપ પકડમાં રહી રાખે છે, જકડી રાખે છે અને મિથ્યાત્વ પોષી તેને ઉન્માર્ગે લઈ જાય છે.
આમ, સ્વચ્છંદ અને મતાગ્રહના કારણે જીવ પોતાનાં કલ્યાણ-અકલ્યાણનો ભેદ કરી શકતો નથી. અનંત સુખની પ્રાપ્તિનો માર્ગ તેની સમજણમાં આવતો નથી. તે શ્રેય-અશ્રેય, સાર-અસાર ઓળખવાની શક્તિ ગુમાવી બેસે છે. જે છોડવાનું છે તેને તે સત્ય માને છે, સારું માને છે, હિતકારી માને છે; તેથી તે છૂટી શકતો નથી. સ્વચ્છેદે ચાલી, શ્રેયથી દૂર જવાય એવી પ્રવૃત્તિ કરી તે પોતાનું અશ્રેય કરે છે. જો તે સ્વચ્છેદ આદિ છોડીને સદ્ગુરુની ઉપાસના કરે તો તેને વિવેકશક્તિ પ્રગટી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ દ્વારા પ્રબોધાયેલ સમ્યક્ માર્ગની આરાધના કરતાં તે તત્ત્વપ્રતીતિ અને વિવેકપ્રજ્ઞા પ્રાપ્ત કરે છે. સાર-અસાર, ઉપાદેય-હેયના વિવેક દ્વારા ઉપાદેય તત્ત્વનો અભ્યાસ કરીને તે શુદ્ધાત્મસ્વરૂપની સિદ્ધિ કરે છે. તેથી જીવે પોતાના સ્વચ્છંદ, મતાહ આદિ છોડી દઈ સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવું આવશ્યક છે.
આત્માર્થી જીવ સ્વછંદ અને મતાગ્રહનું અનર્થકારક સ્વરૂપ જાણીને તેને તજવાનો નિશ્ચય કરે છે. તેને તો આત્માનું હિત સાધવું હોવાથી તે ભવભ્રમણ ભાંગવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org