________________
ગાથા-૧૩
૨૯૭
મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. મહભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી..... એવા મહાત્માપુરુષનો યોગ બહુ બહુ દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે; તો આવા દુઃખમુખ્ય કાળમાં તેમ હોય એમાં કંઈ કહેવું રહેતું નથી.”
આ ચોર્યાસી લાખ યોનિરૂપ ચતુર્ગતિપરિભામણમાં પ્રથમ તો મનુષ્યભવની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેમાં વળી આત્મજ્ઞાનની જિજ્ઞાસા અને રુચિ ઉત્પન્ન થવી કઠણ છે. રુચિ ઉત્પન્ન થાય તો પણ તેને ટકાવવા અર્થે આત્મસ્વરૂપના પ્રતિપાદક સતુશાસ્ત્રોની પ્રાપ્તિ દુર્લભ છે. મહતું પુણ્યોદયે તે મળી જાય તો તેનું રહસ્ય સમજાવનારા આત્મજ્ઞાની સદ્ગુરુનો ભેટો થવો મહાદુર્લભ છે. દુર્બર તપશ્ચર્યા કરનાર તપસ્વીઓ મળે, શાસ્ત્રપારંગત પંડિતો મળી આવે, પરંતુ સ્વાનુભૂતિમંડિત પ્રત્યક્ષ સગુરુનો યોગ થવો અત્યંત અત્યંત દુર્લભ છે. પ્રત્યક્ષ સગુરુનો આવો મહાદુર્લભ યોગ ન થયો હોય તો સુપાત્ર જીવે આત્માદિ અસ્તિત્વની વાત જેમાં હોય તેવાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ એમ પ્રસ્તુત ગાથામાં ભલામણ કરી છે. શ્રીમદ્ અન્યત્ર પણ લખે છે –
પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટા પુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયોગમાં સલ્ફાસ્ત્રનો યથામતિ પરિચય રાખી સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે.”૨
શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સન્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે.”૩
શાસ્તા પુરુષનાં એટલે કે પ્રબુદ્ધ પુરુષનાં વચનોના સંગ્રહને શાસ્ત્ર કહેવામાં આવે છે. નિષ્પક્ષ ભાવથી, પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણને બાધા કર્યા વગર, જગતના જીવોનાં કલ્યાણના એકમાત્ર આશયથી જે સબોધનું અવતરણ થયું હોય તેવા ઉપકારી વચનસંગ્રહને સતુશાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્ર શબ્દમાં ‘શાસ્’ અને ‘સૈ' એવા બે શબ્દ છે. “શાસ્' ધાતુ અનુશાસનના અર્થમાં વપરાય છે અને 2' ધાતુ પાલનના અથવા રક્ષણના અર્થમાં વપરાય છે. એવો નિર્ણય પંડિતોએ કરેલો છે. શાસ્ત્ર આજ્ઞા કરીને પ્રાણીઓનું પાલન તથા રક્ષણ કરે છે. રાગ-દ્વેષથી જેમનાં મન ઉદ્ધત થયેલાં છે એવાં પ્રાણીઓને અનુશાસન દ્વારા સદ્ધર્મમાં લાવી, દુઃખથી તેમને બચાવે-છોડાવે છે, ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૭-૫૭૮ (પત્રાંક-૭૫૫) ૨- એજન, પૃ.૬૧૦ (પત્રાંક-૭૯૫). ૩- એજન, પૃ.૬૧૪ (પત્રાંક-૮૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org