Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૧૭
ગાથા
ભૂમિકા
. ગાથા ૧૬માં કહ્યું કે પ્રત્યક્ષ સગુરુયોગ એ જ સ્વચ્છંદરોધનો એકમાત્ર
"] ઉપાય છે, તે સિવાયના ઉપાય પ્રાય: સ્વચ્છેદવૃદ્ધિનાં કારણે થઈ પડે એવી સંભાવના છે.
પ્રત્યક્ષ સગુરુના આશ્રયે સર્વ દોષોનું અધિષ્ઠાન એવા સ્વચ્છેદરૂપી મહાદોષને ત્યજીને સદ્ગુરુના અભિપ્રાય અનુસાર વર્તતાં કેવી આત્મદશા થાય છે તે જણાવતાં શ્રીમદ્ પ્રકાશે છે –
“સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ;
સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” (૧૭) સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને અર્થ પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમકિત' કહ્યું છે. (૧૭)
પોતાની મતિકલ્પના પ્રમાણે વર્તવારૂપ સ્વચ્છંદના કારણે જીવને જ્ઞાની પ્રત્યે | ભાવાર્થ |
૧] યથાયોગ્ય વિનયાન્વિતપણું પ્રગટ થતું નથી અને પરિણામે જીવ જ્ઞાનીથી અને જ્ઞાનીના માર્ગથી વિમુખ રહે છે. વળી, પોતાના કુળધર્મના - સંપ્રદાયના મમત્વના કારણે અથવા પોતાના મતાહના કારણે અનેકાંતિક માર્ગની તેને યથાર્થ સમજણ થતી નથી, તત્ત્વશ્રદ્ધાન થતું નથી, ચિત્તની શાંતિનો ભંગ થાય છે અને તીવ્ર અભિનિવેશના આવેગમાં તણાઈ જઈ તે પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરે છે. આત્માર્થી જીવ સ્વચ્છેદ અને મતાહનાં અહિતકારી પરિણામ જાણતો હોવાથી તે સદ્ગુરુના લક્ષે, અર્થાત્ તેમની આજ્ઞાએ જ વર્તે છે. તેનામાં સદ્ગુરુ પ્રત્યે નિર્મળ પ્રેમ તથા અચળ શ્રદ્ધા અને આજ્ઞારાધનની અપૂર્વ રુચિ હોય છે. તેના અંતરમાં એવા ભાવો સ્થિરતા પામે છે કે તેમનું કહેલું સર્વ માન્ય રાખવું, પોતાની બુદ્ધિના ઉપયોગને માત્ર સગુરુની આજ્ઞાના આરાધનમાં જ પ્રેરવો, કોઈ વાત ન સમજાય તો સદ્ગુરુ પાસેથી સમાધાન મેળવવું, પણ સ્વચ્છંદ સેવીને સદ્ગુરુથી વિમુખ તો ન જ પ્રવર્તવું. સદ્દગુરુએ જે માર્ગ ચીંધ્યો છે તે માર્ગે ચાલવામાં જ પોતાનું કલ્યાણ છે એમ આત્માર્થી જીવનો નિર્ધાર હોય છે. સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને સમકિત હોય એમ શ્રી વીતરાગે કહ્યું છે.
સદ્ગુરુદેવની તથા તેમના દ્વારા શુદ્ધાત્માની શ્રદ્ધા થવી તેને વ્યવહાર સમકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org