________________
૩૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન મુમુક્ષુતા વૃદ્ધિ પામે છે, તેમ તેમ પરિણામની સરળતાના કારણે એક વિશિષ્ટ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થાય છે, જેથી જીવ સત્પરુષની આજ્ઞાનો આશય ગ્રહણ કરવાને પાત્ર થાય છે અને તેમની આજ્ઞાનું યથાર્થપણે પાલન કરી શકે છે. અનેક શાસ્ત્રોનું અધ્યયન અને બાહ્ય ક્રિયાથી જે લાભ થતો નથી તે લાભ જ્ઞાનીના માર્ગે ચાલવાના દઢ નિશ્ચયથી થાય છે. સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં સહજપણે અનેકવિધ કલ્યાણ થાય છે અને આત્મપ્રાપ્તિ માટેની ભૂમિકા તૈયાર થાય છે. કોઈ પણ સારું બીજ વાવવા માટે તે બીજને અનુકૂળ હોય એવી ભૂમિ તૈયાર કરવી ઘટે છે. આત્મજ્ઞાનનું બીજ વવાય એવી ભૂમિકા, સ્વચ્છંદની હાનિ થાય ત્યારે તૈયાર થાય છે. સદ્દગુરુની આશ્રયભક્તિથી બોધબીજયોગ્યભૂમિકા તૈયાર થાય છે.
સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે માહાભ્ય અને રુચિ પ્રગટવાં અત્યંત જરૂરી છે. આજ્ઞા આપવા પાછળ સગુરુના અંતરમાં અનેક આશય હોય છે. જેને પોતાના દોષ દેખાતા હોય, તેને એ દોષ ટળે એવી આજ્ઞા આપે. જેને ન દેખાતા હોય, તેને એ પકડાય એવી આજ્ઞા આપે. દોષસભર છતાં દોષસ્વીકારવિહીન જીવને દોષ દેખાડવા માટે તેઓ જાતજાતનો બોધ અને વિવિધ પ્રક્રિયા વાપરે છે અને છતાં જ્યારે જીવ સ્વદોષ જોઈ ન શકે ત્યારે વિશિષ્ટ યુક્તિ-પ્રયુક્તિથી તેને તેના દોષનું દર્શન કરાવે છે. ક્યારેક દોષ પ્રત્યે લક્ષ કરાવવા એ દોષને પોષવા દે અને પછી એવો કડક પ્રહાર કરે કે જેથી એ દોષ સમૂળગો નાશ પામે. આવા સમયે જીવને કદાચિત્ શંકા કે અવિશ્વાસ આવી જાય તો પણ તેણે સગુરુનો આશય સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને શ્રદ્ધાપૂર્વક માનવું જોઈએ કે સદ્ગુરુ કહે છે તે જ સત્ય છે. પોતે સમજી શકતો નથી તે પોતાની સમજણનો દોષ છે. પોતે માર્ગને જાણતો નથી અને જેણે જાણ્યો છે તેનું માનવાને બદલે તેમના વચન ઉપર શંકા કરે તો એક ડગલું પણ આગળ ભરી શકાય નહીં. આમ, શ્રદ્ધા રાખવાથી સદ્ગુરુના વચનમાં રહેલો પરમાર્થ સમજાય છે અને પોતાનો સ્વછંદ નિર્મૂળ થતો દેખાય છે. પોતાનો સ્વછંદ પોતે તો જાણી શકતો નથી, પણ સદ્ગુરુનું શરણ લેતાં દોષોનું સ્પષ્ટીકરણ થાય છે, દોષ નીકળે છે અને ગુણો પ્રગટ થાય છે. તેથી આત્માર્થી જીવ દઢતાપૂર્વક સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કરે છે. સદ્દગુરુ જે સાધન કે આજ્ઞા આપે તેમાં તે વિકલ્પ કરતો નથી, કારણ કે તેને વિશ્વાસ હોય છે કે સદ્ગુરુની સર્વ આજ્ઞા સ્વરૂપ પ્રત્યે લઈ જનારી જ હોય છે અને તેમની આજ્ઞાએ ન વર્તાય ત્યાં સુધી સ્વરૂપસ્થિતિ સંભવતી નથી. તેથી તે લૌકિક પ્રયોજન ખાતર અથવા માનથી કે ભયથી પણ તે આજ્ઞાને છોડતો નથી. તે સગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી આજ્ઞાનો પ્રાણ જાય તોપણ ભંગ કરતો નથી અને ક્વચિત્ ભંગ થઈ જાય તો અત્યંત ખેદ અને લજ્જા અનુભવે છે. તેને પોતાના અલ્પ દોષ માટે પણ અત્યંત ક્લેશ થાય છે અને દોષના વિલયના પુરુષાર્થમાં અત્યંત વીર્ય ફુરે છે. સદ્ગુરુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org