________________
૩૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નષ્ટ થઈ જાય છે. ૧
સદ્ગુરુ પાસે મોક્ષમાર્ગની જિજ્ઞાસાનું નામ લઈ અનેક માણસો જાય છે, પરંતુ બધા નિર્દોષ અને પવિત્ર થવાના લક્ષે નથી જતા. બધાને સદ્ગુરુનો ઉપદેશ સર્વાગે માન્ય નથી હોતો. તેમને બધાને આત્મકલ્યાણમાં રસ નથી હોતો, પરંતુ તેમાંથી ઘણા દેખાદેખીથી, કોઈના કહેવાથી, કોઈના દબાણથી. અનેક બાહ્ય કારણોથી આકર્ષિત થઈ. સંસારની પ્રતિકૂળતાથી ઉત્પન્ન થયેલા ક્ષણિક કંટાળા આદિથી સદ્ગુરુ પાસે જાય છે. તેમને પોતાના દોષો કબૂલવા નથી, તેની ગંભીરતા સમજવી નથી, તો પછી દોષોને નાબૂદ કરવાની તો વાત જ ક્યાં રહી? તેઓ પોતાના અભિપ્રાયમાં ફેરફાર કર્યા વિના ગમે તેટલાં બાહ્ય ત્યાગ, તપ, નિયમ કરે તો પણ તે મોક્ષાર્થે વ્યર્થ ઠરે છે. તેમનાં અંતરમાં તો સંસારનાં રસ-રુચિ જ પડેલાં છે અને વધુ દયનીય તો એ છે કે તેમને આમાં કંઈ ખોટું લાગતું નથી. તેઓ પોતાની ઇચ્છા મુજબ સદ્ગુરુની આજ્ઞામાં પણ બાંધછોડ કરે છે. તેમને ધર્મ કરવો છે, પરંતુ હિતચિંતક અને અનુભવી એવા સદ્ગુરુ કહે તેમ નહીં, પણ પોતાના આગ્રહ અને સ્વચ્છેદ અનુસાર કરવો છે. પોતાની ઇચ્છા પ્રમાણે સદ્ગુરુ ન કરે તો સદ્ગુરુમાં સંદેહ કરે છે. સદ્ગુરુનો બાહ્ય વ્યવહાર જોઈને સદ્ગુરુને પણ રાગ-દ્વેષનાં પરિણામ વર્તે છે એમ તેમને લાગે છે. આવા જીવો સદ્ગુરુના સંગમાં રહીને પણ તેમની આશાતના જ કરે છે. પરંતુ જે તરવાના કામી છે, મુમુક્ષુ છે, તેઓ તો સગુરુને જોતાં જ અનન્ય પ્રેમ અનુભવે છે, સગુરુની આજ્ઞા મળતાં જ તે આજ્ઞાના આરાધનમાં અખૂટ શ્રદ્ધાથી ઝંપલાવી દે છે. બીજી કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના આવા ખપી જીવો સઘળેથી પ્રીતિ સંકેલી તેને સદ્ગુરુના ચરણોમાં અર્પિત કરી દે છે. તેમની વૃત્તિ એક ક્ષણ પણ બીજે ન ભટકતાં એક સદ્ગુરુમાં જ તન્મય બને છે. તેઓ તન-મન-ધન તથા પોતાની સર્વ શક્તિ અને ભક્તિ સગુરુની આજ્ઞાના આરાધનમાં જોડે છે. આવા રૂડા જીવો જ સદ્ગુરુની કૃપાદૃષ્ટિથી પોતાના ધ્યેયમાં સફળ થાય છે. ગુરુના સત્સમાગમના પારસસ્પર્શથી તેઓ કથીરમાંથી કંચન બની જાય છે.
સદ્ગુરુના યોગનો યથાર્થ લાભ લઈ શકાય તે માટે જીવમાં મુમુક્ષુતા પ્રગટવી જોઈએ. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ બતાવતાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે –
..... “મુમુક્ષુતા' વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘યણસાર', ગાથા ૭૯
'रज्जं पहाणहीणं, पदिहीणं देसगामरठवलं । गुरुभत्तिहीण सिरसाणुट्टाणं णरसदे सव्वं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org