Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૬
૩૩૯
આજ્ઞાની બહાર પોતાના શ્વાસોચ્છ્વાસ સિવાય બીજું કંઈ ન ચાલે એવી તેની ભાવના હોય છે. આવી જેની તૈયારી હોય છે તેનો સ્વચ્છંદ સત્વરે વિલીન થઈ જાય છે. શ્રીમદ્ પ્રકાશે છે
‘જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે ‘આ સત્પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ', અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે.'૧
આવા મહિમાવાન સદ્ગુરુના યોગનો આશ્રય મળતાં જીવ પોતાની સ્વચ્છંદી વૃત્તિઓનો જય કરે છે. જીવને સદ્ગુરુની યથાર્થ ઓળખાણ થતાં તેમના પ્રત્યે આશ્રયભક્તિ પ્રગટ થાય છે જે આજ્ઞા આરાધન કરવામાં સહાયરૂપ નીવડે છે. જેમ જેમ સદ્ગુરુ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધાનો વિકાસ થાય છે, તેમ તેમ અર્પણતાનું બળ વધતું જાય છે અને પોતાની ઇચ્છાએ વર્તવાના પરિણામનો ત્યાગ થાય છે. પોતે સદ્ગુરુને સર્વ પ્રકારે રાજી રાખી શકે અને પોતાના સર્વ ભાવ તેમને અર્પણ કરી શકે તેવી ભાવના સહિત તેનું આચરણ હોવાથી સદ્ગુરુને પોતાની સર્વ ઇચ્છાની સોંપણી કરે છે. સદ્ગુરુ પ્રત્યે યથાર્થ ભક્તિ પ્રગટ થવાથી તેમની આત્મચેષ્ટામાં જ તેની વૃત્તિ રહે છે, તેમના આંતર પુરુષાર્થનું નિરંતર બહુમાન રહ્યા કરે છે, તે જ નજરાયા કરે છે. તેમના અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થતાં અને તેમની આજ્ઞાનું પાલન કરતાં સ્વચ્છંદ મટે છે અને સહેજે આત્મબોધ પ્રગટે છે.
આમ, પ્રત્યક્ષ સદ્ગુરુના યોગમાં સ્વચ્છંદ રોકાય છે. પરંતુ જે જીવ પ્રત્યક્ષ સદ્ગુરુની આવશ્યકતા સ્વીકારતો નથી અને પોતાની મતિકલ્પનાએ સ્વચ્છંદ રોકવાનો ઉપાય કરે છે, તેનો સ્વચ્છંદ ઘટવાને બદલે પ્રાયઃ વધે છે. તે પોતાના સ્વચ્છંદને પોષવા શાસ્ત્રનાં કથનોનો દુરુપયોગ પણ કરે છે. આત્મા જ આત્માનો ગુરુ છે.'૨ આદિ શાસ્ત્રોનાં કથનોની અપેક્ષા સમજ્યા વગર તેવાં કથનોનું અવલંબન લઈને તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૬ (ઉપદેશછાયા-૫)
૨- જુઓ : (૧) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇષ્ટોપદેશ', શ્લોક ૩૪
'स्वस्मिन् सदभिलाषित्वादभीष्टज्ञापकत्वतः I
स्वयं हितप्रयोक्तृत्वादात्मैव ગુરુનઃ ।।'
(૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૮૦ તેહ “કહે ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબન્દે કીજે રે? દર્શન-જ્ઞાન-ચરિત આદરિયે, આપે આપ તરીજે રે.”ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org