________________
ગાથા-૧૫
૩૨૩ આગ્રહનાં પરિણામોના સર્ભાવમાં સ્વચ્છેદની ઉત્પત્તિ થાય છે, જે મહા અનર્થકારી નીવડે છે.
સ્વછંદવૃત્તિના કારણે બીજા અનેક દોષ પાંગરે છે. સ્વચ્છંદની ઉપસ્થિતિમાં નિજ દોષનું અવલોકન થઈ શકતું નથી. કદાચિત્ જીવ નિજ દોષ શોધવાનો પ્રયત્ન કરવા જાય તોપણ સ્વચ્છંદનો આધાર હોવાથી નિજદોષસુરક્ષાના ભાવ વધુ પ્રબળ રહે છે. સ્વચ્છંદના સર્ભાવમાં જીવને દોષનો નિષેધ થવાને બદલે ઊલટો પક્ષ થાય છે અને જાણે-અજાણે તે દોષનું અનુમોદન થઈ જાય છે. ક્યારેક તો દોષોનો બચાવ કરવા માટે તે શાસ્ત્રવચનનો પણ ઉપયોગ કરે છે. પોતાની નબળાઈનું સમર્થન મેળવવા શાસ્ત્રનું વિપરીત અર્થઘટન કરે છે તથા શાસ્ત્રમાંથી પોતાને અનુકૂળ અર્થો તારવીને તે પોતાના વિપરીત પ્રવર્તનને પોષે છે. માત્ર એક સ્વચ્છંદના કારણે બીજા અનેક દોષોનો બચાવ થાય છે, જેથી અન્ય સર્વ દોષ અડીખમ રહે છે અને પ્રસંગોપાત્ત તેનાં મૂળ વધુ ને વધુ ઊંડાં ઊતરતાં જાય છે. આમ, સ્વચ્છંદના કારણે પોતાના દોષ અપક્ષપાતપણે જોવારૂપ મુમુક્ષુતા' પ્રગટતી નથી અને મુમુક્ષુતાનો અભાવ એ તો મોક્ષમાર્ગનું સૌથી બળવાન પ્રતિબંધક કારણ છે.
વળી, શાસ્ત્રાભ્યાસના કારણે હું સમજું છું' એવો ભાવ રહેતો હોવાથી તેને સદ્દગુરુની આવશ્યકતા અને મહિમા ભાસતાં નથી. તે માને છે કે શાસ્ત્રમાં આત્મા, મોક્ષ, મોક્ષમાર્ગ વગેરે પ્રયોજનભૂત તત્ત્વ સંબંધી સર્વ વર્ણન છે, તેથી શાસ્ત્રના અભ્યાસથી આત્મપ્રાપ્તિ થઈ શકે છે. તેનો ઝુકાવ શાસ્ત્રની ધારણા કરવા પ્રત્યે હોય છે. આ ઝુકાવના કારણે તેને પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ પ્રત્યે ઉપેક્ષાભાવ રહે છે. તે એમ માને છે કે શાસ્ત્રમાં બધું જ છે, સત્પરુષ શાસ્ત્રથી વિશેષ શું કહેવાના છે? તે તેમના સત્સમાગમની સરખામણી સ્વયંના શાસ્ત્ર-અધ્યયન સાથે કરે છે. શાસ્ત્રને ઉચ્ચગુણસ્થાનસ્થિત પુરુષોનાં વચન ગણી તે તેના ઉપર વધુ ભાર આપે છે. તેને શાસ્ત્રોની જાણકારીની મહત્તા વધુ ભાસવાથી સત્પરુષના સમાગમની વૃત્તિ ગૌણ થાય છે અને પોતે શાસ્ત્ર દ્વારા જે જાણ્ય-રહ્યું તેનો જ આગ્રહ રાખે છે. ખરેખર તો મતિકલ્પનાએ અધ્યયન કરવાથી શાસ્ત્રના મર્મથી તે અજાણ રહે છે, તેનો પરમાર્થ પણ અન્યથા સમજી લે છે અને તેથી તેનું મિથ્યાત્વ છૂટતું નથી. ઉપદેશને યથાવત્ સમજ્યા વિના, તેને વિપરીતપણે કે એકાંતે પકડી તેનો આગ્રહ કરે છે. પોતાનું જાણેલું સાચું - એવું અભિમાન કરીને તે પોતાના વિપરીત અભિપ્રાયની ગાંઠને દઢ કરે છે અને તેથી તેની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ જાય છે. આચાર્યશ્રી શુભચંદ્રજી કહે છે કે જ્યાં સુધી મનમાં મતની ગાંઠ અતિશય દઢ છે, ત્યાં સુધી પ્રાપ્ત થયેલું વિવેકરૂપી રત્ન પણ જતું રહે છે, કારણ કે માન કષાયની સાથે હેય-ઉપાદેયનું જ્ઞાન રહેતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org