Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માટે તેને ‘શાસ્ત્ર' કહેવામાં આવે છે.'
સત્શાસ્ત્ર એ ભવ-અરણ્યમાં ભૂલા પડેલા જીવપથિકને ઉત્તમ માર્ગદર્શક છે, ભોમિયો છે. મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુને દિશાદર્શન કરાવનારો પરમ સહાયક સોબતી છે. સત્શાસ્ત્રના અવલંબને આત્માના શુદ્ધ સ્વરૂપમાં રુચિ ટકી રહે છે, દિન-પ્રતિદિન વધે છે અને આરાધનામાં યથાશક્તિ પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા પણ મળે છે. સતુશાસ્ત્રના અભ્યાસમાં નિષ્ઠાવંત રહેતાં વિકારો શમવા લાગે છે, અનાદિનો મેલ ધોવાતો જાય છે અને ચિત્ત નિર્મળ થતું જાય છે. તેથી સદ્ગુરુના યોગના અભાવમાં મોક્ષના અભિલાષી જીવોએ સતુશાસ્ત્ર ભણવાનો અને તેમાં દર્શાવેલ આજ્ઞા પ્રમાણે ચાલવાનો પ્રયત્ન અવશ્ય કરવા યોગ્ય છે.
અહીં ‘સતુશાસ્ત્ર' એમ જે કહ્યું છે તે અસતુશાસ્ત્રનો વ્યવચ્છેદ કરવા માટે છે, કારણ કે સત્શાસ્ત્ર જ જીવને ઉપકારી થાય છે; જ્યારે અસતુશાસ્ત્ર તો ઉપકારી નહીં પણ મહા અપકારી થાય છે. રાગ-દ્વેષની વૃદ્ધિ કરનારા એવા અસતુશાસ્ત્રનું આત્માર્થી જીવને કોઈ પ્રયોજન હોતું નથી. તે તો અનાદિના ભવરોગનો નાશ જેનાથી થાય એવા સતુશાસ્ત્રોને જ ઇચ્છે છે. પરમ શાંત રસ જેનું મૂળ છે એવા સત્શાસ્ત્રની શક્તિ તો અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂચ્છિતને જીવાડે છે, તેમ અમૃત સમા સતુશાસ્ત્ર જીવને સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે અને ક્ષણ ક્ષણના ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવતુ મોક્ષફળ પ્રાપ્ત કરાવે છે. માટે ભવરોગનું નિવારણ ઇચ્છનારે પરમશાંતરસમૂળ સત્શાસ્ત્રનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે –
જે શાસ્ત્ર મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ શાસ્ત્ર વાંચવા-સાંભળવા યોગ્ય છે, કારણ કે સંસારમાં જીવ નાના પ્રકારનાં દુઃખોથી પીડિત છે. જે શાસ્ત્રરૂપી દીપક વડે તે મોક્ષમાર્ગને પામે તો તે મોક્ષમાર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ-દ્વેષ-મોહ ભાવોનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવાસાંભળવા યોગ્ય છે, પણ જે શાસ્ત્રોમાં શૃંગાર-ભોગ-કુતૂહલાદિ પોષી રાગભાવનું તથા હિંસા યુદ્ધાદિક પોષી દ્વેષભાવનું વા અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત, ‘પ્રશમરતિ', શ્લોક ૧૮૬,૧૮૭
'शास्विति वाग्विधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्ट्यर्थः । त्रेङिति च पालनार्थे विनिश्चितः सर्वशब्दविदाम् ।। यस्माद्रागद्वेषोद्धतचित्तान समनशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते तस्मात् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org