________________
૩૧૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વારંવાર સ્મરણ અને મનન કરવાથી વચનની પ્રતીતિ થાય છે, સમ્યક પ્રતીતિથી સન્દુરુષાર્થ ઊપડે છે. વારંવાર શાસ્ત્રોનું ઘોલન કરવાથી હું સંયોગો ફેરવી શકું એવી માન્યતા ટળતી જાય છે અને હું તેને જાણી શકું પણ કંઈ કરી શકું નહીં' એવી માન્યતા સુદઢ થતી જાય છે. વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય થતાં તેનાં પરિણામનું વલણ બદલાય છે. ઊંધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે રાગ-દ્વેષ થતા હતા તે ટળતા જાય છે. આ રીતે પરિણામ પરસન્ખતા છોડી સ્વભાવસન્મુખ થતાં જાય છે. જ્ઞાન પોતા તરફ વળતાં પરિણામ સ્વરૂપાકાર થાય છે. સતુશાસ્ત્રોની આરાધનાથી આવું મહતું ફળ પ્રાપ્ત થતું હોવાથી નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને ઉત્સાહ સાથે નિત્ય - નિયમિત રીતે સત્શાસ્ત્રોનું સેવન કરવું આવશ્યક છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરવો, વારંવાર વિચાર કરવો, તેમાં કહેલાં અર્થોનું અનુષ્ઠાન કરવું અને કોઈ પણ યોગ્ય પ્રાણીને તેનો અર્થ શીખવવો. આમ, જ્ઞાનની આરાધનામાં સદા પ્રવૃત રહેવું."
સુપાત્ર જીવ સ્વકાર્યમાં ઉદ્યમવંત હોવાથી અપ્રયોજનભૂત વૃત્તિ-પ્રવૃત્તિમાં વખત બગાડવાનું તેને પાલવતું નથી. તે નિરંતર સ્વાધ્યાય, સુવિચારણા, અંતરમંથન આદિમાં સમયનો સદુપયોગ કરતો રહે છે. અહીં એટલું ધ્યાન રાખવું ઘટે છે કે શાસ્ત્રવાંચન, શ્રવણ, વિચારણા, ચિંતવન, સ્મરણ વગેરે મતમતાંતરાદિનો ત્યાગ કરીને આત્મલક્ષપૂર્વક થવાં જોઈએ. આત્મપરિણતિ સુધારવાના લક્ષે જ અભ્યાસ થવો ઘટે. જે કાંઈ જાણવું તે આત્મા માટે જાણવાનું છે. બધું જાણીને, વાંચીને, ભણીને આત્માનું જ્ઞાન કરવાનું છે. શાસ્ત્રો વિચાર્યા પછી જો તે પોતાના સ્વરૂપ ભણી ન વળે તો બધો પુરુષાર્થ અલેખે જાય છે. આત્માર્થના લક્ષ વિનાના શાસ્ત્રાધ્યયનથી તો કેવળ બાહ્ય ક્રિયા જ થાય છે. તેનું પરમાર્થે કાંઈ સફળપણું નથી. શ્રીમદ્ લખે છે –
‘જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જ તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે.’
સતુશાસ્ત્રના અભ્યાસકાળે આત્માર્થનો લક્ષ હોય તો જ આત્માની રુચિ વૃદ્ધિગત થાય છે, પરંતુ જો આત્મલક્ષે સ્વાધ્યાય ન થાય તો શબ્દોનો, વચનશૈલીનો, નવા નવા ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૧, શ્લોક ૨૪
અદ્વૈતવ્ય તથ્યાત્મશાસ્ત્ર માર્ચે પુનઃ પુનઃ |
अनुष्ठेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૩૧ (પત્રાંક-૩૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org