________________
ગાયા
ભૂમિકા
ગાથા ૧૧માં કહ્યું કે અનાદિની આત્મત્ક્રાંતિને છેદવામાં પૂર્વે થઈ ગયેલા પરોક્ષ જિનેશ્વરોનાં વચનો કરતાં પ્રત્યક્ષ સદ્ગુરુ વધુ ઉપકારી છે. જે જીવ એમ ન માને તેને આત્માનો સમ્યક્ વિચાર ઉદ્ભવી શકે નહીં.
આમ, પ્રત્યક્ષ સદ્ગુરુનું માહાત્મ્ય દર્શાવી, તેમનું વિશેષ ઉપકારીપણું કઈ રીતે છે તે બતાવતાં શ્રીમદ્ લખે છે
ગાથા
-
Jain Education International
ન
‘સદ્ગુરુના ઉપદેશ
સમજાય વણ,
જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમજ્યું જિનસ્વરૂપ.' (૧૨)
-
સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા અર્થ વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. (૧૨)
સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે
૧૨
આત્મસ્વરૂપ.
પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય.
સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. તે સદ્ગુરુ જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. (૧૨)૧
For Private & Personal Use Only
ભાવાર્થ
પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ ઉપકાર કેવી રીતે થવા પામે છે તે સમજાવતાં અહીં કહ્યું છે કે શ્રી સદ્ગુરુના ઉપદેશ વિના શ્રી જિનનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. શ્રી સદ્ગુરુની આત્મહિતકારી દેશના દ્વારા શ્રી જિનનું ભક્તિ કરવા યોગ્ય સહજાત્મસ્વરૂપ કેવું છે, શુદ્ધાત્મપરિણતિનો લોકોત્તર માર્ગ કેવો છે તે યથાતથ્ય સમજાય છે. શ્રી સદ્ગુરુ સમજાવે છે કે શ્રી જિન ભગવાનને સ્વભાવની સન્મુખતાથી નિર્મળ દશા પ્રગટી છે. તેમણે પોતાના આત્મસ્વભાવને પરિપૂર્ણ જાણીને, તે સ્વભાવના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૩૪ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
www.jainelibrary.org