Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨
૨૮૭ થવાથી કૈવલ્યદશા પ્રગટે છે. તેથી સદ્ગુરુ જીવને ઉપદેશ છે કે “હે જીવ, જિનસ્વરૂપને સમજી નિસર્વજ્ઞપદ વારંવાર વિચાર કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. એ મહત્કાર્ય હવે તું ત્વરાથી કરી લે. હે જીવ, તું અપ્રમત્ત થા. નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા.'
સગુરુના ઉપદેશ દ્વારા જિનસ્વરૂપ સમજાતાં જીવનું લક્ષ બદલાઈ જાય છે. તેનાં પરિણામમાં સદ્વિચાર ઘૂંટાવા લાગે છે. જિન કેવા છે? તેમનો આત્મા કેવો છે? તેમના ગુણોનું સામર્થ્ય કેવું છે? તેમની કેવળજ્ઞાન આદિ પર્યાયનું સ્વરૂપ કેવું છે? એવા પ્રકારના તત્ત્વવિચાર ઊગવા લાગે છે. પરની પ્રીતિનો રસ મંદ થઈ જાય છે અને જિનદેવનું બહુમાન થવા લાગે છે. અત્યાર સુધી તેને જિનદેવનો મહિમા લાગ્યો હતો પણ તે ઉપલક હતો, તેમના અંતરંગ સ્વરૂપનો ન હતો, પરંતુ હવે સદગુરુનાં વચનના અવલંબને જિનદેવનું ખરું સ્વરૂપ તેને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશનું શ્રવણ કરીને હવે તે જિનસ્વરૂપનું વારંવાર ચિંતન કરે છે. જેમ જેમ ચિંતનનું ઊંડાણ વધતું જાય છે, તેમ તેમ તેમના શુદ્ધ આંતર સ્વરૂપનો પરિચય થતો જાય છે. જિનના શુદ્ધ ગુણો તેને આશ્ચર્યચકિત કરી દે છે. જિનેશ્વર ભગવાનનાં દ્રવ્ય-ગુણ-પર્યાયની અતિશય નિર્મળતાનાં દર્શન કરીને, તેમની અદ્ભુતતા જોઈને તે અતિ પ્રસન્નતા અનુભવે છે. તેમનું આત્મદ્રવ્ય અત્યંત શુદ્ધ છે. જેવું દ્રવ્ય છે, ગુણો પણ તેવા જ શુદ્ધ છે. ગુણો અને ગુણીની એકતા છે અને તે ગુણોની શક્તિ નિર્મળ પર્યાય દ્વારા વ્યક્ત થતી હોવાથી તેને તેમાં નિજસ્વરૂપનું દર્શન થાય છે.
જેમ એક ફાનસનો કાચ સાફ હોવાથી અંદરની જ્યોતિ દેખાય છે અને બીજા ફાનસનો કાચ કાળો પડી ગયો હોવાથી અંદરની જ્યોતિ પહેલા ફાનસ જેવી દેખાતી નથી, પણ છે તો ખરી; તેમ જિનેશ્વરના ગુણો નિર્મળ પર્યાય દ્વારા વ્યક્ત છે, જ્યારે અજ્ઞાની જીવના ગુણો આવરિત હોવાથી પર્યાયમાં વ્યક્ત નથી; તે છતાં સ્વભાવે તો તે શુદ્ધ જ છે. પોતાનું સ્વરૂપ જિનેશ્વર જેવું જ છે એ જાણકારી થતાં તે આલાદ અનુભવે છે. પોતાના સ્વરૂપ પ્રત્યે નજર જતાં તેને સાનંદાશ્ચર્ય થાય છે. મૂળ સ્વરૂપમાં કોઈ પણ ભેદ નથી, કર્મના કારણે ભેદ દેખાય છે. પોતાનું વાસ્તવિક સ્વરૂપ પણ તેવું જ પરિપૂર્ણ છે એવું સમજાતાં જ તેની દૃષ્ટિ પલટાઈ જાય છે. તે પરમાત્મસ્વરૂપ - જિનસ્વરૂપ પોતાની અવસ્થામાં પ્રગટ કરવાની રુચિ તથા ભાવના દઢ થાય છે. પોતામાં જિન બનવાની શક્તિ છે અને સદ્ગુરુએ બતાવેલા માર્ગે ચાલીને પુરુષાર્થથી તેને પ્રગટ કરી શકાય છે એવી અવિચળ શ્રદ્ધા તેને પ્રગટે છે.
આમ, જિનસ્વરૂપની ઓળખાણથી જીવને પોતાની પ્રભુતાનું ભાન થાય છે અને તેને પ્રગટાવવાની અભિલાષા જાગે છે. જિનસ્વરૂપના વિચારથી તે નિજસ્વરૂપનો વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org