Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાન ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણ થઈ શકતું નથી. જેમ કોઈ પુરુષ સંગીતશાસ્ત્ર દ્વારા સ્વર, રાગ અને તાલતાનના ભેદો શીખે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ન ઓળખે તો તેને સંગીતશાસ્ત્રમાં પ્રવીણતા ન આવે; તેમ કોઈ જીવ જિનનાં નામ, લાંછન, વ્યાખ્યા આદિ શીખી લે, પરંતુ તેમના સ્વરૂપને ઓળખે નહીં તો તેને સમ્યકત્વ થતું નથી. તેમનું સાચું સ્વરૂપ નહીં સમજાવાના કારણે ઉપાસનામાં અનેક વિકૃતિઓ આવવાનો સંભવ રહે છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે –
“અરહંતાદિના નામ-પૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ તથા ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માની, રોગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે વા પૂજનાદિ કરે છે. પણ ઇષ્ટ-અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા નથી, અરહંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વપાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે ત્યાં અનિષ્ટનાશ અને ઇષ્ટપ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિની ભક્તિ કહીએ છીએ; પણ જે જીવ પહેલાંથી જ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો, કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વ પાપનું સંક્રમણાદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિ.'
કેટલાક લૌકિક સુખની આકાંક્ષાથી જિનની ઉપાસના કરે છે. તેઓ તો પોતાની કલ્પના અનુસાર શ્રી જિન ભગવાનમાં પણ ભેદભાવ કરી દે છે. તેમના મત પ્રમાણે શ્રી પાર્શ્વનાથ ભગવાન રક્ષા કરે છે, શ્રી શાંતિનાથ ભગવાન શાંતિ આપે છે, શ્રી શીતળનાથ ભગવાન શીતળાને મટાડવાવાળા છે અને શ્રી સિદ્ધ ભગવાન કુષ્ઠરોગ દૂર કરે છે. આવું માનીને અમુક દિવસે, અમુક સમયે, અમુક ભગવાનની પૂજા કરે છે, પરંતુ સર્વ ભગવાન એકસરખી શક્તિ અને અનંત વીર્યના સ્વામી છે અને તેઓ તેમની વીતરાગતાસર્વજ્ઞતાના કારણે પૂજ્ય છે એવું તેમને ભાન પણ હોતું નથી. તેથી લૌકિક આશયથી કરેલી શ્રી જિન ભગવાનની બાહ્ય ઓળખાણ આત્મકલ્યાણમાં ઉપકારી થતી નથી.
આમ, જિનેશ્વરની બાહ્ય ઓળખાણથી આત્મલાભ થતો નથી, પરંતુ ગુણ-લક્ષણો દ્વારા થયેલી તેમની ઓળખાણથી આત્મહિત સાધી શકાય છે. સગુરુના ઉપદેશ દ્વારા જિનેશ્વરના અદ્ભુત ગુણોને ઓળખી, તેમની ઉપાસના કરવાથી અલૌકિક ફળની પ્રાપ્તિ થાય છે. ઊંડાણ અને ભાવપૂર્વકના ચિંતનથી જિનેશ્વરના ગુણોનું યથાર્થ માહાસ્ય સમજાય છે, તેમના પ્રતિ ખરો અહોભાવ જાગે છે અને તેમની ભક્તિમાં સુલભતાથી લીનતા આવે છે. જેનું ચિંતન કરવામાં આવે તેનું પોતાનામાં આવિર્ભાવપણું થતું ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર છે,
પૃ.૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org