________________
ગાથા-૧૦
૨૪૩ તે ઠીક છે; પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તો તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિપણું કેમ કહેવાય?
સમાધાન - કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથે, પાંચમે, છછું ગુણસ્થાનકે તેથી અા છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છઠ્ઠ ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા ક્વચિત્ વર્તે છે તેને લીધે “પ્રમત્ત' સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
જે ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. પાંચમે અને છહે ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી; એટલે તેરમે અને છટ્ટે ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (૧૦)
- જેમના વચનબળે જીવ પરમાર્થમાર્ગને પ્રાપ્ત કરે છે એવા સદ્દગુરુની ઉપાસના ભાવાર્થ
] ઓળખાણપૂર્વક કરવાથી આત્મકલ્યાણ થાય છે. “દીવે દીવો પ્રગટે' એ ન્યાયે સત્નું સાધન પણ સતું જ હોવું જોઈએ. તથારૂપ લક્ષણોના અભાવમાં જે જીવ ગુરુપદ સ્વીકારે છે તે અસદ્દગુરુનું બિરુદ પામે છે અને આવા અસદ્ગુરુના આશ્રયથી સંસારક્ષયનું ઇચ્છિત ફળ કદાપિ પ્રાપ્ત થઈ શકતું નથી. તેથી જ આત્માર્થી જીવોને સદ્ગુરુની ઓળખાણ કરાવવા માટે શ્રીમદે પ્રસ્તુત ગાથામાં સદ્દગુરુનાં ઉત્તમ લક્ષણોનું નિરૂપણ કર્યું છે. ૧) “આત્મજ્ઞાન' – સદ્ગુરુને પોતાના શુદ્ધાત્મસ્વરૂપનું ભાન, અર્થાત્ વંદન થયું હોવું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૩ર-પ૩૩ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org