________________
૨૪૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
તેથી ચારિત્રદશા કહીં. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે? એવી આશંકા, પૂર્વપ્રયોગ એટલે પૂર્વનાં બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,' એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. પરમશ્રુત કહેવાથી ષટદર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું.
આશંકા :- વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદ્ગુરુ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી.
સમાધાન – વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે “કેવળભૂમિકા'ને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે.
આશંકા :- આત્મજ્ઞાન થાય તો વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે.
સમાધાન – એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તોપણ તેથી એકાવતારીપણાનો નિષેધ થતો નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં.
આશંકા :- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે.
સમાધાન :- પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવો સિદ્ધાંત છે; અને વર્તમાનમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકનો કશો નિષેધ છે નહીં અને ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનનો સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છઠ્ઠ ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદદશા આવી જાય છે. પણ તે આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રોધક છે.
આશંકા – અત્રે તો સ્વરૂપસ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિત પદ તો તેરમે ગુણસ્થાનકે જ સંભવે છે.
સમાધાન – સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ચૌદમા ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મનો નાશ ત્યાં થાય છે; તે પહેલાં કેવળીને ચાર કર્મનો સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તો તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય.
આશંકા – ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org