Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦
૨૫૩
વૃત્તિ બાહ્યથી વિરામ પામે છે. બાહ્ય વસ્તુ ઉપર તેમનાં સુખ-શાંતિનો આધાર રહેતો નથી. તેમને ભય, ચિંતા, ફિકર, સંકલ્પ, વિકલ્પ આદિ થતાં નથી, તેમજ કોઈ પણ બાબતમાં ઠીક-અઠીક બુદ્ધિ રહી ન હોવાથી તેઓ સમભાવમાં રહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે આત્માથી મુનિ લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવિત કે મરણમાં, નિંદા કે પ્રશંસામાં અને માન કે અપમાનમાં સમભાવ રાખે છે. તેઓ નિમિત્તાધીન દૃષ્ટિ છોડીને, સ્વાધીન સ્વલક્ષ વડે હંમેશાં પોતાના નિર્મળ જ્ઞાનભાવને અનુભવે છે અને સ્વાશ્રિત જ્ઞાન વડે પરાવલંબી આસક્તિ મટાડીને સુખ-દુઃખમાં સમભાવ ધારણ કરે છે. શ્રીમદ્ લખે છે –
શબુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,
ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ .” સમદર્શી મહાત્માને ‘આ મારો શત્રુ છે', “આ મારો મિત્ર છે' એવી ભેદબુદ્ધિ ઉદ્ભવતી નથી. માન હો કે અપમાન હો, તે પ્રત્યે તેઓ સદા સમભાવી જ હોય છે. તેમને જીવવાની તૃષ્ણા નથી હોતી અને મરણયોગે ક્ષોભ ઊપજતો નથી. તેમને સંસાર અને મોક્ષ બન્ને પ્રત્યે સમાન ભાવ વર્તે છે. તેઓ સર્વ દ્વન્દોથી પર એવા આત્મસ્વરૂપના આસનમાં બિરાજમાન હોય છે. પ્રાપ્ત પ્રસંગોમાં જ્ઞાતા-દ્રષ્ટાપણે વર્તતા હોવાથી તેઓ રાગાદિથી મુક્ત રહે છે. આમ, અજ્ઞાની જીવોને પ્રાપ્ત પદાર્થમાં અને પરિસ્થિતિમાં ગમા કે અણગમાના ભાવ પ્રવર્તતા હોય છે, રાગ કે દ્વેષના ભાવ થયા કરતા હોય છે, જ્યારે શબ્દોપયોગવંત શ્રમણને સર્વ કર્મફત દ્વન્દ્રોમાં સમભાવ વર્તતો હોય છે. ગમે તેવા કર્મોદય વખતે તેમને આત્મભાવમાં જ લીનતા હોવાથી સમભાવ વર્તે છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ પ્રવચનસાર'માં લખે છે કે જેમને શત્રુ અને બંધુવર્ગ સમાન છે, સુખ અને દુઃખ સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેમને સમતા છે, જેમને ૧- જુઓ : “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અધ્યયન ૧૯, ગાથા ૯૧
'लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा ।
समो निंदापसंसासु, समो माणावमाणओ ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬૪-પ૬૫ (આંક-૭૩૮, ‘અપૂર્વ અવસર', કડી ૧૦) ૩- જુઓ : શ્રી આનંદઘનજીરચિત, શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન, કડી ૯, ૧૦
માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઇશ્યો હોયે તું જાણ રે. સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org