________________
૨૬૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સ્વાનુભવમુદ્રિત આત્માર્થબોધક વાણીનો લાભ મળતાં, તેમનાં દર્શન-સમાગમથી મુમુક્ષુ આધ્યાત્મિક વિકાસના પંથે ત્વરાથી આગળ વધી શકે છે. આમ, સદ્ગુરુની આત્મદશા જિનેશ્વર ભગવાનની આત્મદશાની સમકક્ષ ન હોવા છતાં પણ પ્રત્યક્ષ વિદ્યમાનતાના કારણે તેમનો ઉપકાર મોટો છે.
- પરોક્ષ કરતાં પ્રત્યક્ષ હંમેશાં વિશેષ પ્રભાવશાળી હોવાથી પરોક્ષ જિન કરતાં પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર વિશેષ છે - એવી સમજણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ આત્મકલ્યાણથી વંચિત રહે છે. જે જીવ પરોક્ષ જિનનો અર્થાત્ શાસ્ત્રવચનોનો જ ઉપકાર ગાયા કરે છે, પણ આત્મભાંતિને છેદનાર સાક્ષાત્ સજીવનમૂર્તિ - પ્રત્યક્ષ સદ્દગુરુના પરમ ઉપકારનો જે જીવને લક્ષ નથી, તેને આત્મવિચાર ઉત્પન્ન થતો નથી. પ્રત્યક્ષ સગુરુના પ્રાપ્ત યોગનો પરોક્ષ જિનનાં વચનો કરતાં મોટો ઉપકાર છે એવો અખંડ નિશ્ચય જ્યાં સુધી આત્મામાં પરિણમતો નથી, ત્યાં સુધી સદ્ગુરુ પ્રત્યે પરમ વિનય પ્રગટતો નથી. અંતરમાં સદ્ગુરુનું અપૂર્વ માહાલ્ય આવ્યા વગર આત્માની સાચી પ્રીતિ થતી નથી અને સાચી પ્રીતિ થયા વિના આત્માની ઓળખાણ પણ થતી નથી. સદ્દગુરુ પ્રત્યે ભક્તિ અને અર્પણતા આવ્યા વગર આત્મવિચારણા ઊગતી નથી. આત્મવિચાર વિના આત્મજ્ઞાન સંભવિત નથી. તેથી જીવે પોતાના સર્વ આગ્રહ છોડી પ્રત્યક્ષ સગુરુના ચરણે અર્પણ થવું જોઈએ.
- જિનેશ્વર ભગવાને ભવ્ય જીવોનાં હિતના કારણે જિનશાસનની સ્થાપના વિશેષાર્થ
કરી અને મોક્ષમાર્ગ પ્રરૂપ્યો. તેમણે પ્રરૂપેલ ઉપદેશ ગણધરોએ શાસ્ત્રબદ્ધ કર્યો. પ્રભુએ ભાખેલો માર્ગ દર્શાવનારાં આગમો એ પ્રભુનો અમૂલ્ય વારસો છે. આ તેમનો વર્તમાન કાળના જીવો ઉપરનો ઉપકાર અવશ્ય સ્વીકારવો ઘટે છે, પરંતુ વર્તમાન કાળે તેમની સદેહે ઉપસ્થિતિ ન હોવાના કારણે તેઓ પ્રત્યક્ષ માર્ગદર્શન આપી શકતા નથી. તેમની પરોક્ષતાના કારણે જીવને ફક્ત તેમનાં વચનરૂપ શાસ્ત્રોનું અવલંબન જ પ્રાપ્ત હોવાથી, મતિની અલ્પતાના કારણે તથા ચિત્તની નિર્મળતાના અભાવે કેટલીક વાર જીવ તે શાસ્ત્રોનો પરમાર્થ યથાર્થપણે સમજી શકતો નથી અને તેનું કલ્પિત અર્થઘટન કરે છે. વળી, તેને કોઈ શંકા ઉત્પન્ન થાય ત્યારે તેનું સમાધાન પરોક્ષ જિન - શાસ્ત્રો ન કરી શકે, પણ પ્રત્યક્ષ સદ્ગુરુ તે શંકાનું સમાધાન કરી શકે છે. સદ્ગુરુના પ્રત્યક્ષ સમાગમમાં મુમુક્ષુ જીવ ખૂબ સરળતાથી અને સુગમતાથી આત્મોન્નતિનું કાર્ય સાધી શકે છે. તેઓ જીવને માર્ગ સમજાવે છે, માર્ગે ચડાવે છે અને માર્ગે ચાલતાં જો ચૂકી જવાય તો હાથ ઝાલીને માર્ગ ઉપર પણ તેઓ જ લાવી શકે છે. આમ, કેટલીક અપેક્ષાએ પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર પરોક્ષ જિન કરતાં વિશેષ છે અને એટલે જ માર્ગની પ્રાપ્તિની ઇચ્છાવાળા જિજ્ઞાસુ જીવ માટે મોક્ષમાર્ગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org