Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
કોઈ માણસને જંગલમાં ધનથી ભરેલો ચરુ મળી આવે તો કોઈ ન જોઈ શકે એમ ઢાંકીને પાછો આવે, પણ તેનું લક્ષ તો ત્યાં જ હોય કે ‘ક્યારે હું એ ચરુ કાઢીને લઈ લઉં'; તેમ જ્ઞાનીએ પોતાનો સ્વભાવ જોઈ લીધો અને તે તેમનાં શ્રદ્ધા-જ્ઞાનમાં વર્તે છે, તેથી તેમને એક જ લક્ષ હોય છે કે ક્યારે હું સ્વભાવમાં એકાગ્ર થઈ મારું નિધાન ખોલી નાખું. ઉદયવશાત્ શરીરાદિના કારણે આહાર, વિહાર, નિહાર, નિદ્રાની અનિવાર્ય પ્રવૃત્તિ ક૨વી પડે તો તે પ્રત્યે અતત્પર થઈ, અનાસક્ત ભાવે, જિનાજ્ઞાનુસાર તેઓ તે સર્વ પ્રવૃત્તિ કરે છે. તેમને નિરંતર શુદ્ધાત્મસ્વરૂપની જાગૃતિ હોય છે. ખાતાંપીતાં, ઊઠતાં-બેસતાં, દરેક ક્રિયા કરતાં પણ આત્મા ભુલાતો નથી. તેથી ક્રિયા કરવા છતાં તે ક્રિયાઓને કે તે સંબંધીના પુરુષાર્થને હિતરૂપ અને સુખરૂપ સમજતા નથી. તે પ્રત્યે તેમનું અંતર વળતું નથી. તેમના અભિપ્રાય અને તેમની ક્રિયામાં ભિન્નતા હોય છે. જેમ હાથીને બે પ્રકારના દાંત હોય છે, બહાર દેખાવના દાંત જુદા અને અંદર ચાવવાના દાંત જુદા; તેમ જ્ઞાનીપુરુષનું બાહ્ય અને અંતરંગ પરિણમન જુદું જુદું હોય છે. મન-વચન-કાયાનું પ્રવર્તન પૂર્વકર્માનુસાર થતું હોવાથી બહાર તેઓ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરતાં દેખાય છે, પરંતુ અંદર અખંડ ચૈતન્યસ્વભાવના અવલંબને પ્રગટેલ આત્મશાંતિરૂપ શુદ્ધ પરિણમનમાં તેઓ નિમગ્ન હોય છે.
આમ, ઉદયાધીનપણે જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં ઉદાસીનભાવે જ્ઞાની રહે છે. જેમ ચાલતી ગાડીમાં ઊંઘતા મુસાફરને ગાડીની ગતિનું ભાન હોતું નથી, કેમ કે તેનું મન નિદ્રામાં ડૂબેલું હોય છે; તેમ જ્ઞાની પોતાની દૈહિક પ્રવૃત્તિઓથી અનભિજ્ઞ રહે છે, કેમ કે તેમનું ચિત્ત ચિદાનંદના પરમ સુખમાં વિલય પામ્યું હોય છે. ચૈતન્યની ખુમારીના કારણે જ્ઞાની જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તેઓ અન્નગ્રહણની ક્રિયામાં રાચતા નથી, પણ આત્મમય જ રહે છે. સ્વરૂપરસથી જ તૃપ્ત અને પુષ્ટ હોવાથી અન્ય રસ પ્રત્યે તેઓ ઉદાસીન રહે છે. સ્વરૂપથી ભિન્ન એવા નિદ્રાદિ ભાવમાં જ્ઞાનીને થાક લાગે છે. સ્વભાવમાં રહેવાથી તેમને વિશ્રામ મળે છે. તેમની દેહાદિ સર્વ પ્રવૃત્તિ કર્તૃત્વબુદ્ધિરહિત, આત્માના ઉપયોગપૂર્વક હોવાથી તેઓ કાર્ય કરે છે, છતાં કરતા નથી! જેમણે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી છે એવા યોગી બોલતા હોવા છતાં બોલતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી અને દેખતા હોવા છતાં દેખતા નથી.૧
આમ, ઉદયાનુસાર વિચરતા જ્ઞાનીપુરુષ પ્રારબ્ધને વેદતાં સ્વરૂપખુમારીમાં ઊણપ આવવા દેતા નથી. સદ્ગુરુના આ ‘વિચરે ઉદયપ્રયોગ' લક્ષણની ઓળખાણથી મુમુક્ષુની ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇષ્ટોપદેશ', શ્લોક ૪૧
Jain Education International
'ब्रुवन्नपि हि न ब्रूते, गच्छन्नपि न गच्छति । स्थिरीकृतात्म तत्त्वस्तु, पश्यन्नपि न पश्यति ।। '
For Private & Personal Use Only
www.jainelibrary.org