________________
ગાથા- ૧૦
૨૫૧
સમદર્શિતા ચારિત્રદશાનું સૂચન કરે છે.
જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા પદાર્થને તથા તેની પર્યાયને જેમ છે તેમ યથાર્થપણે જાણે છે. આત્માનો સ્વાભાવિક ગુણ જોવા-જાણવાનો હોવાથી તેઓ શેયપદાર્થને શેયાકારે જુએ-જાણે-જણાવે છે, પરંતુ તેમાં તેમને તાદાભ્યપણું થતું નથી, ઇષ્ટ-અનિષ્ટપણું થતું નથી. કોઈ પદાર્થ કાળો હોય તો સમદશી તેને કાળો જાણે છે અને સફેદ હોય તો તેને સફેદ જાણે છે, પરંતુ તેમાં તેમને રાગાત્મક કે Àષાત્મક ભાવ થતો નથી. સુગંધ હોય તો તે તેમને પ્રિય ન લાગે અને દુર્ગધ હોય તો તેથી તેમને અપ્રિયતા ન થાય. તેઓ વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે હોય; તે રૂપે, તે ભાવે જુએ-જાણે-જણાવે છે. હેય(છોડવા યોગ્ય)ને તેઓ હેયરૂપે જુએ-જાણે-જણાવે છે અને ઉપાદેય(આદરવા યોગ્ય)ને ઉપાદેયરૂપે જુએ-જાણે-જણાવે છે. તેઓ સારા ગણાતા પદાર્થ માટે “આ મને હોય તો ઠીક' એવી વાંછાબુદ્ધિ અને માઠા ગણાતા પદાર્થો માટે
આ મને ન હોય તો ઠીક' એવી અવાંછાબુદ્ધિ નથી કરતા. આમ, શાતા-અશાતા, રૂપકુરૂપ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુ:સ્વર, શીત-ઉષ્ણ આદિમાં રતિ, અરતિ કે આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા છે. આ સમદર્શિતાને તથા અહિંસાદિ વ્રતોને કાર્ય-કારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. સમદર્શિતા જેટલે અંશે હોય છે તેટલે અંશે અહિંસાદિ વ્રતોનું પાલન હોય છે અને જેટલે અંશે અહિંસાદિ અંતરંગ વિરતિ હોય તેટલે અંશે સમદર્શિતા હોય છે. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય અને અહિંસાદિ વત ન હોય તો સમદર્શિતા ન હોય.
સત્ય-અસત્ય, સાર-અસાર, હિત-અહિતને સરખાં જાણવાં એવો સમદર્શિતાનો અર્થ નથી. સમદર્શ જીવ જે વસ્તુ જેવી હોય તેવી, તે રીતે, તે દશારૂપે જાણે છે. ગુણને ગુણરૂપે અને દોષને દોષરૂપે જાણે છે. અરીસામાં સુવર્ણ કે વિષ્ટા દેખાય, તેમાં અરીસાને કાંઈ હર્ષ કે ક્ષોભ થતો નથી; તેમ સમદર્શી સતુ-અસતુને રાગ-દ્વેષરહિતપણે, જેમ છે તેમ યથાર્થપણે જાણે છે. શ્રીમદ્ લખે છે કે –
“સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સદ્ભુત અને અસત્કૃતમાં સમપણું ગણવું, અથવા સધર્મ અને અસદ્દધર્મમાં અભેદ માનવો, અથવા સદ્દગુરુ અને અસદ્દગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદેવ અને અસદેવને વિષે નિર્વિશેષપણે દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા. સમદર્શી સતને સત્ જાણે, બોધે; અને અસત જાણે, નિષેધે; સત્કૃતને સદ્ભૂત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સદ્ધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org