Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સદ્ગુરુના યોગ વિના તો સર્વ સાધન બંધનરૂપ બનતાં હોવાથી સગુરુ વિના અનંત કાળથી સેવેલાં અનંત સાધન પણ જીવને ફળદાયી નીવડતાં નથી.
આમ, કલ્યાણપ્રાપ્તિના માર્ગમાં સદ્દગુરુનો આશ્રય કર્તવ્યરૂપ છે. જો કોઈ જીવ અસગુરુનો આશ્રય કરે તો તે આત્મહિત સાધી શકતો નથી. આત્મહિત અર્થે યથાર્થ સમજણ આવશ્યક છે અને તે સમજણ, સત્ય પ્રગટાવનાર પુરુષના યોગથી આવે છે. તેથી મુમુક્ષુ જીવે તથારૂપ લક્ષણસંપન્ન સગુરુને ઓળખી તેમની ઉપાસના કરવી ઘટે છે. શ્રીમદ્ કહે છે કે –
ઘણા જીવો તો પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી.
સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે.”૧
સદ્ગુરુનાં લક્ષણ જાણ્યા વિના સદ્ગુરુ-અસદ્ગુરુનો ભેદ સમજાતો નથી અને તેથી સદ્ગુરુની યથાર્થ ઓળખાણ થતી નથી. અનેક પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને ભિન્ન પાડનાર જે હેતુવિશેષ છે તેને લક્ષણ કહેવાય છે. જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થને લક્ષ્ય કહેવાય છે અને તે સિવાય અન્યને અલક્ષ્ય કહેવાય છે. લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હોવું ઘટે છે. આ ત્રણ દોષનો અભાવ હોય તો જ તે લક્ષણ પ્રમાણિત બની શકે છે. જે લક્ષણમાં આ ત્રણમાંથી એક પણ દોષ હોય તે લક્ષણ નથી, પણ લક્ષણાભાસ છે. જે લક્ષણ લક્ષ્ય અને અલક્ષ્ય બન્નેમાં હોય તેને અતિવ્યાપ્તિ કહેવાય છે. જેમ કે સદ્ગુરુ અને અસદ્ગુરુ બને બોધ આપે છે. લક્ષણ તો તેને કહેવાય જે અલક્ષ્યમાં ન હોય, તેથી બોધદાન એ સદ્ગુરુનું લક્ષણ નથી. જે લક્ષણ કોઈ લક્ષ્યમાં હોય અને કોઈ લક્ષ્યમાં ન હોય તેને અવ્યાપ્તિ કહે છે. જેમ કે કોઈ સગુરુને વિશાળ શિષ્યસમુદાય હોય છે અને કોઈને નથી હોતો. લક્ષણ તો તેને કહેવાય જે સર્વ લક્ષ્યમાં હોય, તેથી વિશાળ શિષ્યસમુદાય હોવો એ સદ્ગુરુનું લક્ષણ નથી. જે લક્ષણ લક્ષ્યમાં હોય જ નહીં તેને અસંભવ કહેવાય છે. જેમ કે દેહાત્મબુદ્ધિ સદ્ગુરુમાં હોતી જ નથી, તેથી દેહાત્મબુદ્ધિ એ સદ્ગુરુનું લક્ષણ નથી. આથી જે લક્ષણ સર્વ લક્ષ્યમાં હોય અને અલક્ષ્યમાં ન જ હોય તે જ સાચું લક્ષણ છે. પરમાર્થહેતુએ જેની પ્રાપ્તિ આવશ્યક છે તેવા સદ્ગુરુનાં લક્ષણો જણાવતાં શ્રીમદ્ ૨૨માં વર્ષે એક પત્રમાં લખે છે –
સત્પરષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે: શાસ્ત્રમાં નથી અને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૬ (ઉપદેશછાયા-૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org