________________
ગાથા-૯
૨૩૩ આમ, શ્રી અનુપચંદભાઈને જડક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું હોવાથી તેમને સ્વભાવસમ્મુખ કરવાના હેતુએ શ્રીમદે આ પત્ર લખ્યો છે. તેઓ પુષ્કળ ક્રિયા કરતા હતા પણ સ્વરૂપલક્ષની ખામી હતી, તેથી શ્રીમદે તેમને તેમની સાધનાની ખૂટતી કડી બતાવી. જ્ઞાની પુરુષો જીવને પરમાર્થમાર્ગનું રહસ્ય સમજાવી તેના જીવનમાં મૂળભૂત પરિવર્તન કરાવે છે, સ્વરૂપદષ્ટિ આપી તેને જાગૃત કરે છે. તેઓ સાધનો વધારતા નથી, પણ જીવ જે કરતો હોય તે સાધનને સાધ્યસન્મુખ કરે છે.
આ પ્રકારે જે જીવ પોતાના પક્ષને છોડી દઈ સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કરે છે તે પરમાર્થને પામે છે. જડક્રિયાપ્રધાન અને શુષ્કજ્ઞાનપ્રધાન બન્ને પ્રકારના જીવો જો સદ્ગુરુના ચરણ સેવે તો તથારૂપ સાધનથી પરમાર્થને પામે, પરંતુ સદ્ગુરુના ચરણ સેવ્યા વિના, સ્વચ્છેદે કે અસરુના કારણે દુરાગ્રહમાં પડી જીવ પોતાનું અકલ્યાણ કરે છે. શ્રીમદ્ એક પત્રમાં લખે છે –
‘ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્દગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે; જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દઢ કરાવે છે, જેથી તેને સગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા યોગ મળે પણ પક્ષની દઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી.
અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્દગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે........૧
સદ્ગુરુ મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે જીવે અનંત કાળના તેના પર તરફના લક્ષને નિજપદ તરફ ફેરવવાનો છે અને તે માટે જ સઘળો પુરુષાર્થ કરવાનો છે. પરમાર્થપ્રાપ્તિ કરવી હોય તેણે પોતાના આત્માને ત્રિકાળી ચૈતન્યસ્વરૂપે સ્વીકારી, તેનાં યથાર્થ શ્રદ્ધા-જ્ઞાન કરીને તેમાં જ આરૂઢ થવું જરૂરી છે. જીવે પુણ્ય-પાપરહિત સ્વભાવની અપૂર્વ સમજણ ક્યારે પણ કરી નથી. તેણે પાપ છોડીને પુણ્ય અનંત વાર કર્યા, પણ તે અપૂર્વ નથી. પુણ્ય-પાપરહિત જ્ઞાનસ્વભાવની સમજણ કરવી તે અપૂર્વ ધર્મ છે, તે જ પરમાર્થ છે. જે જીવ પુણ્ય-પાપને જ્ઞાનની સાથે એકમેક માને, તે જીવ વિકારમાં જ આરૂઢ થયો છે, સ્વભાવમાં આરૂઢ થયો નથી. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org