Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯
૨૩૭ આ વાત તો મારા હિતની છે.” એમ સમજી પોતાના પક્ષનો ત્યાગ કરે છે. પોતાના હિતનો વિચાર કરીને તે સ્વભાવ તરફ વળે છે. તેને આત્મસ્વરૂપની તીવ્ર રુચિ જાગૃત થાય છે, એનો મહિમા આવે છે, એને પ્રાપ્ત કરવાની તીવ્રતમ લગની લાગે છે અને અંતર્મુખી પુરુષાર્થ કરે છે, પરિણામે તેને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ દ્વારા મળેલી સ્વરૂપની સમજણથી, પૂર્વે તે સમજણના અભાવે વેઠેલાં અનંત દુઃખથી છૂટીને તે પરમ આનંદ પામે છે. આમ, આ ગાથા સદ્દગુરુની આવશ્યકતા અને મહિમાનું નિરૂપણ કરે છે. આ ગાથાની પહેલી ગાથા સાથે સંબંધ બતાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
આ નવમી ગાથાને પહેલી ગાથા સાથે સંબંધ રહ્યો છે. પહેલી ગાથામાં એમ કહ્યું હતું કે અનંત પ્રકારનાં દુઃખનું કારણ માત્ર એક જ છે અને તે આત્મજ્ઞાનનો અભાવ, સદ્ગુરુનાં વચનના પ્રભાવથી અભાવરૂપ અંધકાર ટળી જ્ઞાનસૂર્યનો ઉદય થાય છે; આ આત્મજ્ઞાનરૂપ પદની પ્રાપ્તિ જે સગુરુના નિમિત્તથી થઈ, તેને નમસ્કાર હો. આ ગાથામાં તે જ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરી સમર્થન કર્યું છે, અને એથી એની અંદર રહેલું તત્ત્વ ફરી ફરી વિચારવા યોગ્ય છે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘સેવે સદગુરુચરણને, યથા વિધિ શુભ યોગ; વિનય અને બહુમાનથી, ત્યજી વંચકતા રોગ. કુળ ગચ્છ મત દર્શન તણો, ત્યાગી દઈ નિજપક્ષ; રાખે અંતર દૃષ્ટિથી, આત્મસ્વરૂપે લક્ષ. સત્ત્વવાન શીલવાન જે, રહે સદ્ગુરુ આધીન; પામે તે પરમાર્થને, ગુરુ ભક્તિ લયલીન. અનુક્રમે પરમાત્મથી અભેદ ભાવે લક્ષ; થઈ નિઃશંક નિર્ભયપણે, નિજપદનો લે લક્ષ.'
૧- “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” (‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૧) ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૪૬ ૩- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૫ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૩-૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org