________________
ગાથા-૪
૧૫૭
તાદેશ ચિત્ર શ્રીમદે પ્રસ્તુત ગાથામાં નજર સમક્ષ ખડું કર્યું છે. આવું જ ચિત્ર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ દોર્યું છે, જેનું અવલોકન કરતાં આ બે મહાપુરુષોએ કરેલા સમાજદર્શન વિષેનું સામ્ય સ્પષ્ટ થાય છે –
જેહ વ્યવહારસેઢી પ્રથમ છાંડતાં, એક એ આદરે આપમત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા, સુધિત ઇચ્છાર્યો ઉંબર ન પાચે કદા."
અહીં ઉપાધ્યાયશ્રી ફરમાવે છે કે જૈન નામ ધારણ કરીને શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાએ, વ્યવહારશુદ્ધિના અનુક્રમ મુજબ, પ્રથમ જ્ઞાનાચારનું સેવન કરી, પછી તેમાં દર્શનાચારે શ્રદ્ધા પ્રાપ્ત કરીને પછી ચારિત્રાચાર અને તપાચારમાં પ્રવર્તવું જોઈએ. આ સૂત્રસિદ્ધાંતના સ્વરૂપનો પૂરો વિચાર કર્યા વિના જેઓ કેવળ પોતાની મતિકલ્પનાએ બાહ્ય વ્યવહારશુદ્ધિરૂપ ચારિત્રાચાર તથા તપાચારનું આચરણ કરે છે, તેમણે આત્મશુદ્ધિનું લક્ષ પ્રાપ્ત કરેલ ન હોવાથી, એટલે કે તેમનું અંતર ભેદાયું ન હોવાથી, તેમનામાં ભલે આત્મશુદ્ધિ કરવાની ઓથે કરીને ઇચ્છા હોય, તોપણ તેમની ઉતાવળે એટલે કે વ્યવહારના અનુક્રમને તોડીને કરાતા ચારિત્રાચાર તેમજ તપાચારના વ્યવહારથી આત્મશુદ્ધિ થતી નથી. આમ, સમજણ વિનાની બાહ્ય ક્રિયા કરવાથી મોક્ષમાર્ગ કપાતો નથી. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘બાહ્ય ક્રિયામાં રાચતા, અસદ્ગુરુ પ્રતિબંધ; મોટો આડો ડુંગરો, તેથી જુએ ન અંધ. અન્ય ભાવ તાદાભ્યથી, અંતભેદ ન કાંઈ; વિષમ આત્મપરિણામ જ્યાં, સૂઝે યથાર્થ ન ત્યાંહી. ખાન, પાન ને માનના, વિષય રસે મોહાંધ; જ્ઞાનમાર્ગ નિષેધતા, કરે કઠણ અઘ બંધ. કાય ક્રિયા ક્લેશે દુઃખી, સ્વસ્થ ન દીસે ક્યાંહી; છતાં કદાહ નહીં ત્યારે, તેહ ક્રિયાજડ આઈ.”
૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૬, કડી ૩૨૮ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૩-૨૧૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ
શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૩-૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org