________________
ગાથા-૬
૧૭૯
હોય તો ન શોભે અને વર હોય તો શોભે; તેવી રીતે ક્રિયા વૈરાગ્યાદિ જે આત્માનું જ્ઞાન હોય તો શોભે; નહીં તો ન શોભે.”
આમ, આત્મજ્ઞાન વિના તપશ્ચરણ, વૈરાગ્ય આદિ નિષ્ફળ છે અને આત્મજ્ઞાન સાથે કરેલાં તપ, વ્રત, ત્યાગ, વૈરાગ્ય આદિ સફળ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો આત્મજ્ઞાન થતાં અહિંસાદિ પંચ વ્રતનું યથાર્થ પાલન થાય છે. આત્મામાં અભેદતા થતાં, પરદ્રવ્યમાં અને વિકારમાં આત્માને માનવારૂપ અધર્મની નિવૃત્તિ થતાં અહિંસાનું યથાર્થ પાલન થાય છે. જ્ઞાન અને આત્મા એક જ છે એવી શ્રદ્ધા કરનાર આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જ માને છે, તેથી તેનાથી સત્ય વ્રતનું પાલન થાય છે. દેહાદિ પરદ્રવ્ય પોતાનાં નથી, છતાં તેને પોતાનાં માનવાં તે અદત્તાદાન છે. જ્ઞાન પરથી તદ્દન જુદું છે, પરંતુ આત્માથી જરા પણ જુદું નથી એમ માનનારે પોતાના આત્માને અદત્તાદાનના કુભાવોથી બચાવ્યો છે. પરસંયોગમાં અને વિકારમાં આત્માની એકતા માનીને તેમાં જોડાવું તે અબહ્મસેવન છે. તે ટાળી, જ્ઞાન અને આત્મામાં એકત્વની શ્રદ્ધા કરીને વિકાર અને સંયોગોથી જુદાપણું જાણે, અર્થાત્ આત્મા સાથે એકતા કરીને પર સાથેનું એકતારૂપ જોડાણ તોડે તે પરમાર્થે બહ્મચારી બને છે. તેના અંતરના અભિપ્રાયમાં “હું જ્ઞાનમાત્ર છું, એ સિવાય પરનો એક અંશ પણ મારો નથી' એવી માન્યતા થતાં તે અપરિગ્રહી બને છે.
વળી, હું અનંત જ્ઞાનાનંદપૂર્ણ છું અને વિકારપણે નથી' એમ શ્રદ્ધા કરવામાં જ્ઞાનની અનંતી ક્રિયા થાય છે. પોતાના સ્વભાવમાં જ સંતોષ માની સર્વ પરદ્રવ્યોમાંથી પોતાપણાની બુદ્ધિ છોડી દેતાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે. પોતાનો સ્વતંત્ર સ્વભાવ ઓળખાતાં અનંતા ભવનાં પ્રત્યાખ્યાન થાય છે. આત્મા અને જ્ઞાનની અભેદતા કરવાથી તેને સાચો સમભાવ એટલે કે સામાયિક થાય છે. શરીર અને શરીરની આહાર આદિ ક્રિયાઓથી પોતાના સ્વભાવને ભિન્ન જાણવામાં, શરીરનું સ્વામિત્વ છોડી દેવામાં શ્રદ્ધાની અપેક્ષાએ ચતુર્વિધ આહારનો ત્યાગ થાય છે. આત્મસ્વરૂપમાં વિશેષ એકાગ્ર થતાં સ્વરૂપસમાધિનો આનંદ વધતો જાય છે, આહારાદિની ઇચ્છાઓ તૂટતી જાય છે અને પર સંબંધી ઇચ્છાના નિરોધરૂપ તપ થાય છે. મન-વાણી-દેહથી ભિન્ન એવા ચૈતન્યમાં જ્ઞાન એકાગ્ર થતાં શરીરાદિ ઉપરનું લક્ષ છૂટી જાય છે અને કાયા પ્રત્યે ઉપેક્ષાભાવ થાય છે. એ જ કાયોત્સર્ગ છે. આમ, આત્મજ્ઞાન થતાં સર્વ ક્રિયાઓ સફળપણાને પામે છે.
આત્મજ્ઞાનીને ચિદાનંદતત્ત્વનું ભાન સતત હોવાથી તથા સ્વરૂપમાં જ પ્રીતિ રહેવાથી પરદ્રવ્ય પ્રત્યે વૈરાગ્ય સહજ વધતો જાય છે. સ્વ-પરનો ભેદ પ્રત્યક્ષ થતાં ઇન્દ્રિયવિષયો પ્રત્યેના વૈરાગ્યમાં તીવ્રતા આવતી જાય છે. તેઓ વિષયોમાંથી ઇન્દ્રિયોને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૬ (ઉપદેશછાયા-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org