Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯
૨૨૫
અત્રે જાતિસ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદ્દગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કે :
“ગુરુગો દ્વાણુવત્તા’૧ ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું.
ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીક્યા, સીઝે છે અને સીઝશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાયે પૂર્વે સદગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્દગુરુનો નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે; અથવા તેને કંઈ સદ્દગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્દગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે; અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો.
તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તોપણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદ્ગુરુ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદ્ગુરુનું જ માહાભ્ય દર્શાવ્યું છે.
વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. આચારાંગસૂત્ર'માં કહ્યું છે કે – (સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ૧- સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગા. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org