Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨૪
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અત્રે અસદ્દગુરુએ દઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક જીવોનાં પૂર્વે કલ્યાણ થયાં છે; અને તેમને સદગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસદ્દગુરુને પોતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે; એટલે બીજો તે માર્ગની પ્રતીતિ, તેનો ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે; માટે સદ્દગુરુચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છે –
યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બૂક્યા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે; પણ કોઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસગુરુથી અમુક બૂક્યા. હવે કોઈ પોતે વિચાર કરતાં બૂક્યા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોનો કહેવાનો હેતુ એવો નથી કે સદ્દગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્ગુરુની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બૂક્યા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થકરાદિ
સ્વયંબુદ્ધ' કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્દગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદ્દગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી.
અને જો સદ્દગુરુપદનો નિષેધ કરે તો તે “સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી.', તે કહેવા માત્ર જ થયું.
અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લો છો તે શાસ્ત્ર સદ્ગુરુ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે કે કોઈ અસગુરુનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે? જો અસદગુરુનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય, તો તો અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા યોગ્ય છે.
આચારાંગસૂત્ર'માં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદ્દેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કે – આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવ્યો છે? ઉત્તરથી આવ્યો છે? દક્ષિણથી આવ્યો છે? અથવા ઊંચેથી? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે? એમ જે જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણો આ પ્રમાણે :- (૧) તીર્થકરના ઉપદેશથી, (૨) સદ્દગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org