________________
ગાથા-૯
૨૨૭
સત્ય માર્ગનું ભાન થયું નથી. આમ શાથી થયું? એ બધાં સાધનો નિષ્ફળ કેમ ગયા? આટલો પરિશ્રમ કરવા છતાં શું કરવાનું બાકી રહી ગયું? આત્મપ્રાપ્તિ માટે એવું કર્યું સાધન સેવવાનું બાકી રહી ગયું? તે અવશ્ય વિચારવા યોગ્ય છે. શ્રીમદ્ પ્રકાશે છે કે –
અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધનો તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. (આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તો ખચીત હોય છે.)
આ પ્રશ્નનો વિચાર કરતાં જણાય છે કે પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞામાં એકતાન થઈ, તેમની અનન્ય ઉપાસના કરવારૂપ ઉપાય જીવે આજ સુધી કર્યો નથી. સદ્દગુરુની ઉપાસના એ આત્મપ્રાપ્તિનો અચૂક, અમોઘ અને રામબાણ ઉપાય છે. સદ્દગુરુની ઉપાસના વિના, તેમની આજ્ઞાની આરાધના વિના, બીજા કોઈ પણ ઉપાયથી જીવ ધર્મરહસ્યને પામી શકે તેમ નથી. અનંત કાળથી ધાર્મિક ક્રિયાઓ અને શાસ્ત્રાધ્યયન કરવા છતાં જીવને આ પ્રકારની સૂઝ આવી નથી, પરંતુ જ્યારે પાત્રતા પ્રગટે છે ત્યારે જીવને એવો વિવેક જાગે છે કે હું માર્ગ ભૂલેલો છું અને ભવરોગથી પીડિત છું. તેના ઇલાજ માટે મતિકલ્પનાથી મારે કોઈ પણ ઉપાય ન કરવા જોઈએ, પરંતુ કોઈક સગુરુ મળી જાય તો મારાં સર્વ પરિણામો તેમની આગળ ખુલ્લાં કરીને, મારી વર્તમાન યોગ્યતા જણાવું અને આત્મકલ્યાણ થાય એવા માર્ગદર્શન માટે યાચના કરું.' તેના અંતરમાં સદ્દગુરુના સાનિધ્યમાં રહેવાનો અભિપ્રાય જાગે છે. તે સદ્ગુરુને ઇચ્છે છે, શોધે છે અને તે યોગ પ્રાપ્ત થતાં ભક્તિભાવથી સત્સંગને, તે સત્સંગમાં મળેલ આજ્ઞાને ઉપાસે છે. સદ્ગુરુના દરેકે દરેક વચનમાં દઢ શ્રદ્ધા રાખે છે, પરમ પ્રેમથી તેમને ચાહે છે અને સર્વાર્પણપણે તેમને આરાધે છે.
જીવને સગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવ જાગતાં, તેમની યથાર્થ ઓળખાણપૂર્વક ભક્તિ પ્રગટતાં દર્શનમોહની મંદતા થાય છે. દર્શનમોહની મંદતા થતાં જીવમાં પ્રયોગાત્મક અભ્યાસની પાત્રતા પ્રગટે છે, ભાવભાસનની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. એક બાજુ નિર્મોહી એવા સગુરુની પ્રેમભક્તિથી દર્શનમોહનું બળ શિથિલ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૪૯-૩૫૦ (પત્રાંક-૪૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org