________________
ગાથા-૯
૨૨૯ સુધી ભમરૂપ - મિથ્યા માન્યતારૂપ, આત્મભ્રાંતિ વધારનારાં અને પરિણામે સંસારપરિભ્રમણની વૃદ્ધિ કરનારાં થાય છે. આમ, સગુરુનું શરણ તત્ત્વલોચનદાયક અને આત્મશ્રેયસ્કર હોવાથી અનુપમ, અદ્વિતીય અને શ્રેષ્ઠ સાધન છે. તેમની ઉપાસના વિના માત્ર નિજકલ્પનાએ શાસ્ત્રજ્ઞાન મેળવવાથી કે ક્રિયા કરવાથી આત્મકલ્યાણ થવાનો ભ્રમ સેવાય છે. ખરેખર આત્મકલ્યાણ થતું નથી. શ્રીમદ્ પ્રકાશે છે –
‘આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.”
એકાંત જ્ઞાનમાર્ગે પ્રવર્તતાં શાસ્ત્રીય અભિનિવેશ થાય છે, વિકલ્પની વૃદ્ધિ થાય છે, જ્ઞાનનું અતિપરિણામીપણું વેદાય છે, સમગ્રપણે નિઃશંકતા ઉત્પન્ન થતી નહીં હોવાથી કેટલીક જગ્યાએ સંદેહની ઉત્પત્તિ થાય છે અને જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થવાથી ઉન્મત્તપ્રલાપદશા થાય છે. આવા પ્રકારનાં આત્મકલ્યાણમાં પ્રતિબંધક પરિણામ થવાથી જીવ આત્મકલ્યાણથી દૂર થતો જાય છે અને ઉપર્યુક્ત વિપર્યાસો મટાડવા પણ તેને કઠણ થઈ પડે છે. એકાંત ક્રિયામાર્ગમાં એટલે સ્વરૂપજ્ઞાનના અભાવપૂર્વક દેહાદિની જડ ક્રિયામાં પ્રવર્તતાં વ્રત-સંયમાદિ બાહ્ય ક્રિયાઓનાં પુણ્યરૂપ ફળની પ્રાપ્તિનો મોહ ઉત્પન્ન થાય છે, માનાદિની કામના થાય છે અને આવી ક્રિયાઓનો એકાંતે આગ્રહ કરવાથી મિથ્યાત્વ દઢ થાય છે. આમ, માત્ર જડ ક્રિયાઓ કરવાથી પણ આત્મકલ્યાણનો માર્ગ દૂર રહે છે. સદ્ગુરુનું અવલંબન લેવાથી આ સર્વ દોષોથી બચી શકાય છે અને મોક્ષમાર્ગ સરળતાથી પ્રાપ્ત થાય છે, તેથી જ સદ્ગુરુની વિનયોપાસના ઉપર અત્યંત ભાર મૂકવામાં આવ્યો છે.
અહીં કદાચ આશંકા થાય કે સદ્ગુરુનો યોગ પૂર્વે ઘણી વખત થયો હોવા છતાં ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૧-૪૧૨ (પત્રાંક-૫૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org