________________
૨૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉત્તરાધ્યયન', “સૂયગડાંગાદિ'માં ઠામ ઠામ એ જ કહ્યું છે. (૯)
સદ્ગુરુની પ્રાપ્તિ થયા પહેલાં પરમાર્થના નામે જે જે પ્રવૃત્તિ કરી હોય, ભાવાર્થ
તેનો આગ્રહ અને પક્ષપાત ત્યજીને સદ્ગુરુના ચરણની ઉપાસના કરવાથી પરમાર્થ પામી શકાય છે અને સ્વરૂપનો લક્ષ થાય છે. પોતાની કલ્પનાનુસાર માનેલા મોક્ષમાર્ગનો ત્યાગ કરી, સદ્ગુરુનું શરણ-શરણ સ્વીકારીને, અચળપણે અને એકનિષ્ઠાએ તેમની આજ્ઞા આરાધાય, તેમાં જ સર્વાર્પણપણે એકતાન થવાય તો સદ્ગુરુકૃપાથી નિજ પદની પ્રાપ્તિ થાય છે.
મતિકલ્પનાએ કે અસદ્દગુરુ પ્રમાણે પ્રવર્તતાં જીવને કોઈ ને કોઈ પક્ષ બંધાઈ જાય છે, અર્થાત્ કોઈ એક મતનો આગ્રહ થઈ જાય છે, જેથી કાં તો તે ક્રિયાજડત્વના કાં તો તે શુષ્કજ્ઞાનપણાના પ્રવાહમાં તણાઈ જાય છે અને તેથી તે સન્માર્ગ સમજવા શક્તિમાન થતો નથી. કયા જીવે, કયું સાધન, કેવી રીતે સેવવું જોઈએ તેનું રહસ્ય સદ્ગુરુના અંતરમાં રહેલું હોય છે. સદ્ગુરુ માર્ગમાં ઉદ્ભવતા અનેક જટિલ પ્રશ્નોનું સમાધાન સૂક્ષ્મ બોધ દ્વારા કરે છે તથા કોઈ પણ નય કે પક્ષનો આગ્રહ ન થઈ જાય તે રીતે આત્મશુદ્ધિનો માર્ગ બતાવે છે. સ્વચ્છંદ અને કુળધર્મનો આગ્રહ છોડી જીવ જો સદ્દગુરુનો ઉપદેશ ગ્રહણ કરે તો અવશ્ય પરમાર્થને પામે. પોતે કંઈ નથી જાણતો એવો દેઢ નિશ્ચય કરી સદ્ગુરુની આજ્ઞા શિરોમાન્ય કરે તો જીવે પોતાનો પક્ષ છોડ્યો કહેવાય. પોતાની માન્યતા, પોતાને ગમતો પક્ષ છોડી નિજ શુદ્ધાત્માનો લક્ષ લે અને અંતર્મુખ અભ્યાસ વડે સ્વવિષયમાં દક્ષ થાય તો અવશ્ય આત્માનુભૂતિ થાય. આમ, સદ્ગુરુના ચરણસેવનથી, અર્થાતુ તેમણે પ્રબોધેલા માર્ગની સમ્યક્ આરાધના કરવાથી નિજકાર્ય સિદ્ધ થાય છે.
જીવનમાં પરિણમનની મુખ્ય બે દિશા છે - અંતર્મુખ અને બહિર્મુખ. અનાદિ વિશેષાર્થ
1 કાળથી જીવને બહિર્મુખ પરિણમન વર્તે છે. તેણે અંતર્મુખ પરિણમનની દિશા જોઈ પણ નથી. તેણે અનેક શુભ ક્રિયાઓ કરી, શાસ્ત્રવચન કર્યું, પણ અંતર્મુખ વલણનો અભ્યાસ કર્યો નહીં; તેથી વ્રત, તપ, શાસ્ત્રાભ્યાસ કરવા છતાં તેને પારમાર્થિક ફળ પ્રાપ્ત થયું નહીં. અનેક ધર્મપ્રવૃત્તિ કરવા છતાં, અનેક શાસ્ત્રોનું અધ્યયન કરવા છતાં તેને આંતરિક પરિણમન થયું નહીં. એકાંતે જ્ઞાનનો પક્ષ કરીને તે અગિયાર અંગ અને નવ પૂર્વ ભણ્યો છતાં તેની દશા બદલાઈ નહીં. તેવી જ રીતે એકાંતે ક્રિયાનો પક્ષ કરીને, તપ-ત્યાગ કરીને સુકાઈને ઝાડના પૂંઠા જેવો થયો અને અનેક વાર નવમી રૈવેયક ગયો છતાં તેનું કલ્યાણ થયું નહીં.
અનંત કાળથી આટલું બધું કરવા છતાં અને અત્યંત પરિશ્રમ વેઠવા છતાં તેને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૨૮-૫૩૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org