________________
ગાથા-૮
૨૦૯ (૧) અજ્ઞાન મિથ્યાત્વ – જીવાદિ પદાર્થોનાં સ્વરૂપની ઓળખાણ ન હોય, હિત-અહિતનું ભાન ન હોય, ધર્મનું ભાન ન હોય, વિવેકનો જરા પણ સદ્ભાવ ન હોય તેને અજ્ઞાન મિથ્યાત્વ કહે છે. અહીં સમજણશક્તિનો અભાવ તે મુખ્ય કારણ છે. એકેન્દ્રિયાદિ જીવોને હોય તેવું શ્રદ્ધાના અભાવરૂપ મિથ્યાત્વ તે અજ્ઞાન મિથ્યાત્વ છે. (૨) વિપરીત મિથ્યાત્વ - જીવાદિ તત્ત્વોનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવું; બૌદ્ધાદિ દર્શને નિરૂપેલું જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ જ સત્ય છે એવું વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વ તે વિપરીત મિથ્યાત્વ. (૩) વિનય મિથ્યાત્વ – સતુદેવાદિ અને અસતુદેવાદિનો એકસરખો વિનય કરવો તેને વિનય મિથ્યાત્વ કહ્યું છે. યથાર્થ સમજણનો અભાવ હોવાથી તે દેવાદિની પરીક્ષા કરી શકતો નથી અને સરળતાના કારણે સર્વ દર્શન સત્ય છે, બધા ભગવાન સત્ય છે એવી માન્યતા કરે છે. આને વિનય મિથ્યાત્વ કહ્યું છે, કારણ કે આ માન્યતામાં વિવેકપૂર્ણ, વિચારપૂર્વકની શ્રદ્ધાનો અભાવ છે. (૪) સંશય મિથ્યાત્વ – જીવાદિ પદાર્થોનું સ્વરૂપ આ પ્રમાણે હશે? ધર્મનું સ્વરૂપ આમ
કે આમ હશે? એમ સંદેહ સહિત માન્યતા તે સંશય મિથ્યાત્વ છે. સુદેવ કે સુગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધાના અભાવે તેમનાં વચનોની પ્રામાણિકતાની બાબતમાં સંશય થાય છે અને તેથી તેમણે કહેલાં જીવાદિ તત્ત્વો પ્રત્યે શંકા થાય છે. અહીં અવિશ્વાસ મુખ્ય કારણ છે. (૫) એકાંત મિથ્યાત્વ – અનેકાંતસ્વરૂપ વસ્તુને એકાંતરૂપે માનવી તે એકાંત મિથ્યાત્વ. તત્ત્વ સંબંધી, મોક્ષમાર્ગ સંબંધી એકાંત માન્યતાને એકાંત મિથ્યાત્વ કહ્યું છે. જ્ઞાનીનાં વચનોમાંથી મનગમતું પકડી લઈ, તેનો આગ્રહ કરી, માત્ર તે જ સત્ય છે એમ માની અન્ય વચનોનો નિષેધ કરવો તે એકાંત મિથ્યાત્વ.
પોતાના આત્માના કલ્યાણ માટે સન્માર્ગની ખોજ કરવાને બદલે જીવ પોતાની મતિકલ્પનાએ મતાહ, પૂર્વાગ્રહ, હઠાગ્રહની પકડ કરી લે છે અને પછી તેને બંધબેસતો માર્ગ શોધવા નીકળે છે. પોતાના એકાંતિક મત પ્રમાણે વીતરાગમાર્ગની આરાધના કરવાનો મિથ્યા આરહ બાજુ ઉપર મૂકીને જો તે મધ્યસ્થ રહી, નિર્મળ અંતઃકરણથી પોતાના આત્મોદ્ધાર અંગે વિચારે, વીતરાગમાર્ગની આરાધનાનું હાર્દ સમજવા પ્રયત્ન કરે, મતનો આગ્રહ ત્યજી સત્ની દઢતા કેળવે તો ઇચ્છાનુસાર નહીં પણ ઇષ્ટાનુસાર સાધના શરૂ થાય. અન્યથા પોતાની કલ્પના વડે એકાંત પકડી તે સંસારપરિભ્રમણ વધારે છે.
આ એકાંત મિથ્યાત્વથી બચાવવા, મોક્ષમાર્ગનો યથાતથ્ય નિર્ણય કરાવવા, શ્રીમદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org