Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૯
અથી.
ગાથા ૮માં શ્રીમદે કહ્યું કે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય, ત્યાં ત્યાં તે તે [24] રીતે સમજવું અને તે પ્રમાણે વિવેકપૂર્વક આચરવું એ આત્માર્થી જીવનું લક્ષણ છે. હવે આ ૯મી ગાથાથી શરૂ કરીને ૧૯મી ગાથા પર્યત શ્રીમદે સદ્ગુરુની આવશ્યકતા, તેમનાં લક્ષણો, તેમનું માહાભ્ય, તેમની ભક્તિ અને તેનું ફળ વગેરેનું નિરૂપણ કરેલ છે. પ્રસ્તુત ગાથામાં આત્મસ્વરૂપનો લક્ષ કોને થાય તે બતાવતાં કહે છે –
‘સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; | ગાથા |
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” (૯) પોતાના પક્ષને છોડી દઈ, જે સદગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે,
અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (૯)
ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ? એવી આશંકા કરી તેનું સમાધાન :- સદ્ગુરુના ચરણને જે પોતાનો પક્ષ એટલે મત છોડી દઈ સેવે તે પરમાર્થને પામે, અને નિજપદનો એટલે આત્મસ્વભાવનો લક્ષ લે. અર્થાત્ ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્દગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે; જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દઢ કરાવે છે, જેથી તેને સદગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા યોગ મળે પણ પક્ષની દઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી.
અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્દગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે; અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનોને તેનો પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org