________________
૧૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શુભ અને અશુભ બન્ને ક્રિયાના સંબંધમાં સમજવું. ક્રિયા, શુભ અને અશુભનો નિષેધ કહ્યો હોય તો મોક્ષની અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાનીપુરુષનું કથન હોય જ નહીં. સપુરુષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં.
જે ક્રિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે.’
જ્ઞાનીઓએ નિશ્ચયપ્રધાન બોધમાં વ્યવહારધર્મને હીન પણ બતાવ્યો છે, પરંતુ વતશીલ-સંયમાદિનું હીનપણું પ્રગટ કરવા પાછળ તેમનો આશય જે જીવ આત્માનુભવનો ઉપાય કરતો નથી અને માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં જ મગ્ન છે, તેને ત્યાંથી આગળ વધારીને આત્માનુભવના પુરુષાર્થમાં લગાવવાનો હોય છે. શુભોપયોગનો નિષેધ અશુભોપયોગમાં જવા માટે નહીં, પરંતુ શુદ્ધોપયોગની પ્રેરણા માટે કરવામાં આવે છે. તેથી જે જીવ ભક્તિ આદિ કાર્યોમાં કૃતકૃત્યતા માની બેસે છે, તેને આત્મશ્રદ્ધાનાદિ કરાવવા માટે દેહમાં દેવ છે, દેરામાં નથી' ઇત્યાદિ ઉપદેશ આપવામાં આવે છે. ત્યાં એમ સમજી ન લેવું કે ભક્તિ છોડી ભોગાદિમાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્યાં વ્યવહારનો નિષેધ કરવામાં આવે છે ત્યાં તે વાતને યથાર્થપણે જાણવી જોઈએ અને પ્રમાદી ન થવું જોઈએ.
આવાં કથનોનો પરમાર્થ સમજ્યા વિના, પોતાનાં પરિણામ નિર્મળ જોઈએ, બાહ્યમાં ભલે ગમે તે પ્રવર્તન હોય' એમ વિચારી બાહ્ય ત્યાગાદિના ઉપદેશથી પરામુખ રહેનારા જીવો અધ્યાત્મ સાધી શકતા નથી, કારણ કે આત્મપરિણામને અને બાહ્ય પ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. છદ્મસ્થ જીવને પરિણામપૂર્વક ક્રિયા થાય છે તથા કોઈ વખત પરિણામ વિના કોઈ ક્રિયા થાય છે તો તે પરવશતાથી થાય છે, પણ જ્યાં સ્વવશથી ઉદ્યમપૂર્વક કાર્ય કરવામાં આવે અને પરિણામ એ રૂપ નથી' એમ કહે તો તે ભમ છે. વળી, બાહ્ય પદાર્થોનો આશ્રય પામીને જે પરિણામ થાય છે તે શુભાશુભ હોય છે, માટે તેનાં પરિણામ મટાડવા અર્થે જ્ઞાનીઓએ બાહ્ય વસ્તુનો નિષેધ કર્યો છે. રાગાદિ ભાવ ઘટતાં અનુક્રમે બાહ્ય એવો શ્રાવકધર્મ કે મુનિધર્મ હોય છે, અથવા એ પ્રમાણે શ્રાવકધર્મ કે મુનિધર્મ અંગીકાર કરતાં પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં રાગાદિ ઘટવારૂપ પરિણામોની પ્રાપ્તિ થાય છે એવું જ્ઞાનીઓએ નિરૂપણ કર્યું છે. તેથી જ્ઞાનીઓ તીવ્ર કષાયોનાં કાર્યો છોડાવી મંદ કષાયરૂપ કાર્યો કરવાનો ઉપદેશ આપે છે. જો કે કષાય કરવો ખરાબ જ છે, તોપણ જ્યાં સર્વ કષાય છૂટતા ન હોય ત્યાં જેટલો કષાય ઘટશે તેટલું ભલું થશે એવા પ્રયોજનથી મંદ કષાયરૂપ કાર્યોનો ઉપદેશ આપે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૧ (ઉપદેશછાયા-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org