________________
૧૯૯
કરવાથી જ મુનિ કહેવાય છે. મનની સ્થિરતા તથા વિશુદ્ધિ વિના લોકભય, લોકસંજ્ઞા કે લોકલજ્જાથી જે ચારિત્ર પાળે છે તે મુનિ કહેવાતો નથી; પણ આત્માની સ્થિરતા, વિશુદ્ધિ કે નિરાવરણતાથી જે ચારિત્ર પાળે છે તે ચારિત્રવાન જ મુનિ કહેવાય છે. ૧
ગાથા-૭
બાહ્ય ત્યાગ-વૈરાગ્યમાં અટકી જવાના કારણે કેટલીક વાર તો તે વિષયનિવૃત્તિ અહંવૃદ્ધિ અને દાંભિકતાની પોષક બની નુકસાનકારક પણ નીવડે છે. આત્મસ્વરૂપનું અનુસંધાન ન હોવાના કારણે તેના ચિત્તમાં અજ્ઞાનનાં અંધારાં ઊમટી આવે છે અને દેહાત્મબુદ્ધિ, અહંકાર-મમકાર અને કર્તૃત્વાભિમાનનું સામ્રાજ્ય વ્યાપે છે. બાહ્ય ત્યાગની ગણતરી, આગ્રહ અને અભિમાન કરવામાં જ આવો જીવ રોકાયેલો રહે છે. કેવળ ભોગોપભોગના બાહ્ય ત્યાગની માત્રાથી જ તે સંતુષ્ટ રહે છે. તે બાહ્ય ત્યાગનો દેઢ આગ્રહ સેવે છે અને જેને બાહ્ય ત્યાગ ન હોય તેને હીન, તુચ્છ માને છે. ત્યાગનું સ્વરૂપ સમજ્યો ન હોવાથી ત્યાગનું માપ અને પાપનું માપ બહારના સંયોગો ઉપરથી કાઢે છે. મિથ્યાત્વનો ત્યાગ અને મિથ્યાત્વનું પાપ તેના ખ્યાલમાં જ આવતું નથી. તેને ત્યાગ-વૈરાગ્યના પ્રસંગોમાં આત્મધર્મની મુખ્યતા નથી રહેતી, પરંતુ પ્રસિદ્ધિની જ મુખ્યતા રહે છે. પોતાનો ત્યાગ બધા જાણે એમાં જ એનો સમસ્ત પુરુષાર્થ લાગેલો રહે છે. પોતાની શુભ પ્રવૃત્તિની જાણ જગતને કરવાની ઉત્સુકતા એ વાત પ્રગટ કરે છે કે સાચી ત્યાગવૃત્તિ તેના અંતરમાં વણાઈ નથી, ઊલટું તેનાથી વિપરીત વૃત્તિનું સામ્રાજ્ય તેની ભીતર પ્રવર્તે છે.
જ્યારે એ ત્યાગપ્રવૃત્તિ અંતરમાં વણાઈ જાય છે ત્યારે જગતને પોતાના સુકૃત્યોની જાણ કરવાની આતુરતા અને જગત પાસે માન મેળવવાની કામના નથી રહેતી. જો તેને એ કામના રહેતી હોય તો એમ પુરવાર થાય છે કે તે આત્મસંપત્તિથી દરિદ્ર છે, હજી ત્યાગમાર્ગમાં સ્થિર થયો નથી, ત્યાગનો અર્થ જ સમજ્યો નથી. આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવા છતાં પોતાની મૂર્છાનું અલ્પત્વ કર્યું ન હોવાથી તેને ત્યાગેલા પદાર્થનો જ મહિમા વર્તે છે. જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તેનું માહાત્મ્ય જો મનમાં હોય તો તે યથાર્થ ત્યાગ નથી. જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તે વસ્તુને તણખલા જેવી તુચ્છ ગણીને ત્યાગવી ઘટે છે. ‘અહો! મેં કેટલું બધું ત્યાગ્યું!' એવું અભિમાન કરીને તે જાણ્યેઅજાણ્યે પુદ્ગલનો જ મહિમા વધારે છે. યથાર્થ નિર્ણય વિના કરેલ ત્યાગના કારણે ત્યાગનું અભિમાન છૂટતું નથી. ત્યાગાદિની ગમે તેવી ઉત્કૃષ્ટ ક્રિયા પછી પણ અંતરંગ ૧- જુઓ : ‘શ્રી આચારાંગ સૂત્ર', અધ્યયન ૩, ઉદ્દેશ ૩, ગાથા ૧૧૬-૧૧૭
'संधिं लोयस्स जाणित्ता आयओ बहिया पास तम्हा न हंता न विघायए, जमिणं अन्नमन्नवितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्मं किं तत्थ मुणी कारणं सिया ? समयं तत्थुवेहाए अप्पाणं विप्पसायए- अणन्नपरमं नाणी, नो पमाए कयाइवि । आयगुत्ते सया वीरे, जायामायाइ जावए । '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org