________________
ગાથા-૭
૨૦૩
આ પ્રમાણે શ્રીમદે આ ગાથામાં શુષ્કજ્ઞાનીને ત્યાગ-વૈરાગ્યાદિ સાધન સેવવાની અને ક્રિયાજડને તે ત્યાગ-વૈરાગ્યાદિ સ્વરૂપલક્ષપૂર્વક આરાધવા પ્રેરણા કરી છે. શુષ્કજ્ઞાનીને એમ ઉપદેશ કર્યો છે કે શાસ્ત્રોનાં કોરાં જ્ઞાનથી કે ધારણામાત્રથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કારણ કે જો અંતઃકરણ વિષય-કષાયાદિથી મલિન હોય તો તેમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડતું નથી. જેનો વિષય-કષાયાદિરૂપી ભાવમલ વૈરાગ્ય જળથી દૂર થયો છે તેના નિર્મળ-સ્વચ્છ અંતઃકરણમાં જ આત્મોપદેશનું પ્રતિબિંબ પડે છે, તેથી શુષ્કજ્ઞાનીએ ચિત્તનો ભાવમલ દૂર કરવા ત્યાગ-વૈરાગ્યાદિ સાધનોનું સેવન કરવું ઘટે છે. વળી, ક્રિયાજડને એમ ઉપદેશ કર્યો કે ત્યાગ-વૈરાગ્યમાં જ અટકી જવાથી, આત્મજ્ઞાનના લક્ષ્ય તરફ પ્રગતિ ન કરવાથી આત્માનું ભાન ભુલાઈ જાય છે, તેથી તેની ત્યાગાદિ પ્રવૃત્તિ માનાર્થે થઈ જાય છે અને દેહાત્મબુદ્ધિ, ક્રોધાદિ છૂટ્યાં ન હોવાથી તેના સંસારનો ઉચ્છેદ થતો નથી. આમ, ક્રિયાજડને ત્યાગ-વૈરાગ્યની સફળતા અર્થે આત્મજ્ઞાનના લક્ષપૂર્વક પ્રવર્તવાની શ્રીમદે ભલામણ કરી છે. ડૉ. ભગવાનદાસ મહેતા શ્રીમદ્ પ્રત્યેનો અહોભાવ દર્શાવતાં લખે છે કે –
આમ વૈરાગ્યાદિ અંતરક્રિયાનો અને આત્મજ્ઞાનનો ક્રિયાજડને અને શુષ્કજ્ઞાનીને ઉપદેશ કરી, તે ત્યાગ-વૈરાગ્યાદિ અંતરંગ સાધનક્રિયાની અને આત્મજ્ઞાનની જ્યાં
જ્યાં જે જે યોગ્ય છે એવી યથાયોગ્ય સમુચિત શાસ્ત્રમર્યાદા અત્ર સૂત્રમાં ભગવાન શાસ્ત્રકારે શાસ્ત્રીય યુક્તિયુક્ત તત્ત્વવૈજ્ઞાનિક ચોક્કસાઈથી પ્રદર્શિત કરી છે.”
ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, બાહ્ય ત્યાગીનો વેષ; વચન કાયને ગોપવે, અંતર વેદે ક્લેશ. જેને સાચો ત્યાગ નહીં, થાય ન તેને જ્ઞાન; ફોગટ પરિષદને સહી, માત્ર મેળવે માન. કોઈક ઉત્કૃષ્ટા બની, પાળે દશ વિધ ધર્મ, અટકે ત્યાગ વિરાગમાં, જાણે ન વિભાવ કર્મ. મોહ વડે પરભાવને, માને નિજ ગુણ સ્થાન; અટકી રહે એક જ સ્થળે, તો ભૂલે નિજભાન.'
* * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૨ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૫-૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org