Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭
૨૦૧
ત્યાગથી રહિત છે. તેવી જ રીતે આત્માનાં દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં કશે પણ પરદ્રવ્યનો પ્રવેશ નથી, તેથી આત્મસ્વરૂપથી ભિન્ન એવાં સ્ત્રી, ધનાદિને જીવ ગ્રહી કે ત્યાગી શકતો જ નથી, માત્ર તે તરફના વલણથી ઉદ્ભવેલ પોતાના હર્ષ-શોકાદિ ભાવોને તે ગ્રહે છે અથવા ત્યાગે છે અને તે પણ દ્રવ્ય કે ગુણમાં નહીં, માત્ર પર્યાયમાં. તેથી એ સ્પષ્ટ થાય છે કે પોતાના આત્મામાં પરદ્રવ્યો પ્રતિ થતા રાગ, દ્વેષ અને મોહનો ત્યાગ કરવાનો છે. આવી દૃષ્ટિ થાય ત્યારે જ ત્યાગની સાચી શરૂઆત થાય છે. ‘કોઈ પરદ્રવ્ય મારું નથી, હું પરદ્રવ્યનો કર્તા નથી' એમ અભિપ્રાયમાં માન્યતામાં સર્વ પદ્રવ્યનાં સ્વામિત્વનો ત્યાગ થવો જોઈએ. તે તાદાત્મ્ય-અધ્યાસની નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. તેથી બાહ્ય ત્યાગનો નિષેધ કરવામાં નથી આવ્યો, પરંતુ જે માત્ર બાહ્ય ત્યાગમાં અટકીને સ્વરૂપલક્ષ ચૂકી જાય છે તેને અંતરંગ ત્યાગની મહત્તા સમજાવવામાં આવી છે. સ્વરૂપલક્ષ વિનાના બાહ્ય ત્યાગથી પુણ્યબંધ થાય છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેનો અર્થ એમ નથી થતો કે બાહ્ય ત્યાગાદિ ન કરવાં, પરંતુ તે ત્યાગાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના લક્ષપૂર્વક કરવાં ઘટે એમ કહેવું છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે કે
—
‘વ્યવહારધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે માટે પાપપ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી, પણ જે જીવ વ્યવહારપ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ. આ કથનને સાંભળીને જો શુભપ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બૂરું થશે, અને જો યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી જો કુપથ્યસેવન કરે તો તે મરે છે, તેમાં વૈદ્યનો કાંઈ દોષ નથી; તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી ધર્મસાધન છોડી વિષયકષાયરૂપ પ્રવર્તશે, તો તે નરકાદિક દુઃખને પામશે; તેમાં ઉપદેશદાતાનો તો દોષ નથી. ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો અસત્ય શ્રદ્ધાનાદિક છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો જ જાણવો.'૧
શ્રીમદ્ પણ લખે છે
‘શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્યંતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં; ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં. ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭,
પૃ.૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org