Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૭
ભૂમિકા
ગાથા
અથ
- ગાથા ૬માં કહ્યું કે ત્યાગ-વૈરાગ્યાદિ સત્સાધનો જો આત્મજ્ઞાન સહિત હોય
તો સફળ છે, અર્થાત્ મોક્ષપ્રાપ્ત કરાવવામાં ફળવાન થાય છે અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે સાધનો સ્વસ્વરૂપના લશે, આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે સેવવામાં આવતાં હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ થાય છે.
હવે પ્રસ્તુત ગાથામાં પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ત્યાગ અને વૈરાગ્યનું મહત્ત્વ સમજાવી શ્રીમદ્ તેની દઢતા કરાવે છે. બન્ને પ્રકારના જીવોને ત્યાગ-વૈરાગ્યાદિની ઉપકારિતા દર્શાવતાં શ્રીમદ્ લખે છે –
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.” (૭) - જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન
ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે; અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. (૭)
જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. (૭)
જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોનું માહાભ્ય છે, ઇષ્ટ પદાર્થોમાં સુખબુદ્ધિ ભાવાર્થ
૨] છે, ત્યાં સુધી તેનાથી નિવૃત્ત થવાનાં અંતરંગ પરિણામ થતાં નથી. વૃત્તિઓ બાહ્ય સંયોગોમાં જ ભટકતી હોવાથી સ્વરૂપસન્મુખતા સંભવતી નથી. ચિત્તમાં ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org