Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૬
- ગાથા ૩માં પરમાર્થમાર્ગને ભૂલી ગયેલા એવા કડક્રિયાપ્રધાન તથા શુષ્કભૂમિકા
જ્ઞાનપ્રધાન જીવોનો ઉલ્લેખ કરી, શ્રીમદે ચોથી અને પાંચમી ગાથામાં તથાપ્રકારના જીવોનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવ્યું. બાહ્ય આચારોને જ સર્વસ્વ માની, આંતરિક પરિણામની અવગણના કરનાર એવા જડક્રિયાપ્રધાન જીવો તથા બાહ્ય આચારને અવગણી માત્ર નિશ્ચયની જાણકારીને જ મોક્ષમાર્ગ માનનાર એવા શુષ્કજ્ઞાનપ્રધાન જીવો એકાંત આગ્રહી દષ્ટિવાળા હોવાથી વસ્તુતઃ મોક્ષમાર્ગમાં ન કહેવાય, તેમ છતાં પોતે મોક્ષમાર્ગમાં છે એમ તેઓ માને છે. આથી બન્નેને તેમની ભૂલ બતાવી, મહાગ્રહનો ત્યાગ કરી, પરમાર્થમાર્ગ પ્રતિ વળવા શ્રીમદે પ્રેરણા કરી છે.
જડક્રિયા અને શુષ્કજ્ઞાનનું સ્વરૂપ દર્શાવી, હવે છઠ્ઠી-સાતમી ગાથામાં ત્યાગવૈરાગ્યનું મૂલ્ય પ્રસ્થાપિત કરવામાં આવે છે. ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્નેને પરમાર્થમાર્ગે જોડવા શ્રીમદ્ પ્રકાશે છે – ગાથા
“વૈરાગ્યાદિ સફળ તો, જે સહ આતમજ્ઞાન;
તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન.” (૬) - વૈરાગ્યત્યાગાદિ જે સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની
પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. (૬)
વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે; અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્જવળ અંતઃકરણ વિના સદ્દગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે, એમ કહ્યું.
અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તા; અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં
અર્થ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org