Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જીવોનું શાસ્ત્રજ્ઞાન સંસારરૂપ છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે.૧
પરમાર્થ સમજ્યા વિના જે નિશ્ચયપ્રધાન કથનોનો દુરુપયોગ થતો સમાજમાં જોવામાં આવે છે તેનાં નમૂનારૂપ કેટલાંક કથનો નીચે મુજબ છે. આ કથનો ખોટાં નથી, પણ તેની યથાર્થ સમજણના અભાવમાં જીવ તે દ્વારા પોતાનું અનંતું અહિત કરી બેસે છે. (૧) પ્રત્યેક દ્રવ્ય સ્વયં પરિણમનશીલ છે, એને પોતાના પરિણમનમાં પરના સહયોગની પંચમાત્ર પણ જરૂર નથી.'
(૨) ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ ભલું-બૂરું કરી શકતું નથી. પ્રત્યેક દ્રવ્યનું પરિણમન તદ્દન સ્વાધીન છે. કોઈ કોઈને આધીન નથી. પોતાનાં સુખ-દુઃખનો કર્તા જીવ પોતે જ છે, કોઈ કોઈનું કર્તા-ધર્તા નથી.'
(૩) સત્યની પ્રાપ્તિ પોતાથી, પોતામાં, પોતાના દ્વારા જ થાય છે, એમાં પરનું કાંઈ પણ ચાલતું નથી; પર તો નિમિત્તમાત્ર છે.'
(૪) ‘સમજ અંદરથી આવે છે, બહારથી નહીં.'
(૫) માર્ગ અંતરની રુચિમાંથી જ મળશે, બીજાના ભરોસે કાંઈ નહીં થાય.'
(૬) ‘નિમિત્ત હોય છે, પણ કરતું (કર્તા) નથી.’
(૭) ‘બધા જ આત્મા સમાન છે, કોઈ નાનો-મોટો નથી. પ્રત્યેક આત્મા સિદ્ધ સમાન છે.’ (૮) ‘આત્મા કદી કોઈથી બંધાતો નથી, પણ બંધની શંકાઓ કરીને દોડીને વિષે સર્પની ભ્રાંતિની જેમ ભય, કંપ વગે૨ે પામે છે.'
(૯) ‘આત્મા અબદ્ધત્કૃષ્ટ છે, અર્થાત્ રાગ અને કર્મના બંધથી રહિત છે તથા કર્મરૂપે બંધાવા યોગ્ય પરમાણુઓ જે એકક્ષેત્રાવગાહી છે, તેના સ્પર્શથી રહિત છે. આત્મા કર્મથી નહીં બંધાયેલો, નહીં સ્પર્શાયેલો, સહજ સ્વભાવે મુક્ત, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન છે.'
નિશ્ચયનયનાં કથન જ્યાં જ્યાં આવે છે, ત્યાં ત્યાં એમ કહેવામાં આવે છે કે જીવને બંધ થવો સંભવતો નથી. આકાશ જેમ કશાથી બંધાય નહીં, તેમ અરૂપી એવા જીવને બંધ હોય નહીં. જેને બંધ ન થઈ શકે તેને મોક્ષ થવારૂપ કહેવું તે કલ્પનારૂપ છે, અર્થાત્ જે બંધાયો નથી, તેણે છૂટવા માટે કાંઈ કરવાનું હોય જ નહીં. જિનાગમોમાં જ્યાં જ્યાં આત્મસ્વભાવનું વર્ણન આવે છે, ત્યાં ત્યાં આત્માને સર્વ કર્મથી રહિત, બંધ-મોક્ષથી પર, સદા અસંગ અને શુદ્ધ બતાવ્યો છે. આચાર્યશ્રી યોગીન્દ્વદેવ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગબિન્દુ', શ્લોક ૫૦૮
'विद्वत्तायाः फलं नान्यत्, सद्योगाभ्यासतः परम् 1 તથા ૪ શાસ્ત્રસંસાર, ઉત્તો વિમબુદ્ધિમિઃ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org