Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-પ
૧૬૫
‘પરમાત્મપ્રકાશ’માં કહે છે કે આ જીવ ઉત્પન્ન પણ થતો નથી, મરતો પણ નથી અને બંધ તથા મોક્ષને પણ કરતો નથી એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે.૧ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં કહે છે કે શુદ્ધ નયથી આત્મા બંધાતો નથી, તેમજ મુક્ત પણ થતો નથી.૨ આવા પ્રકારનાં કથનો વેદાંત, સાંખ્યાદિ જૈનેતર ગ્રંથોમાં પણ જોવા મળે છે. ‘માંડૂક્ય ઉપનિષદ્’ ઉપર રચવામાં આવેલી ‘ગૌડપાદીકારિકા'માં કહ્યું છે કે જીવ બ્રહ્મ હોવાથી તે કદી પણ આવરણમાં આવ્યો નથી. કદી પણ જન્મ લેતો નથી, તેમ તેને બંધ નથી; તે સાધક પણ નથી, એટલે કશી સાધના કરનાર નથી; છૂટવાની ઇચ્છા કરતો નથી, તેમ તેની મુક્તિ પણ કદી નથી, કારણ કે જ્યારે વાસ્તવિક બંધ જ નથી તો મુક્તિ શાની? ‘સાંખ્યકારિકા'માં કહ્યું છે કે પુરુષ સાક્ષી આદિ સ્વરૂપવાળો છે. તેથી ન તો પુરુષને બંધ થાય છે, ન તે મુક્ત થાય છે અને ન તેને સંસાર હોય છે. એ બધા સ્વાંગ તો બહુરૂપિણી પ્રકૃતિ જ કર્યા કરે છે. તે જ બંધાય છે, છૂટે છે તથા સંસારમાં પરિભ્રમણ કરે છે.૪ આમ, અનેક ગ્રંથોમાં આત્માને બંધ-મોક્ષથી રહિત, શુદ્ધ, અસંગ બતાવ્યો છે. આ કથનોનો યથાર્થ પરમાર્થ સમજાવો જોઈએ.
નિશ્ચયદ્રષ્ટિ એ વસ્તુમાત્રનું સ્વરૂપદર્શન છે, જ્યારે વ્યવહારદૃષ્ટિ એ વસ્તુનું પરસંયોગની અપેક્ષાથી કરેલું દર્શન છે. નિશ્ચયનય જેમ વસ્તુમાત્રનું નિશ્ચિત ત્રિકાળી સ્વરૂપ બતાવે છે, તેમ વ્યવહારનય વસ્તુમાત્રનું વ્યવહારુ ક્ષણિક સ્વરૂપ બતાવે છે. નિશ્ચયદૃષ્ટિથી આત્મા શુદ્ઘ, બુદ્ધ, મુક્ત, અસંગ, સચ્ચિદાનંદસ્વરૂપ છે, તો વ્યવહારદૃષ્ટિથી આત્મા અશુદ્ધ, અબુદ્ધ, કર્મથી બદ્ધ છે. જેવી રીતે તળાવમાં ઊગેલા કમલિનીપત્રનું જળને સ્પર્શવું વ્યવહારથી અને અવસ્થાદૃષ્ટિથી સત્યાર્થ છે, પરંતુ કમલિનીપત્રનો સ્વભાવ જોતાં આ સ્થિતિ અસત્યાર્થ છે, કારણ કે કમલિનીપત્રની રૂંવાટીના કારણે જળને ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્વદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૬૮
' ण वि उप्पज्जइ ण वि मरइ, बंधु ण मोक्खु करेइ । जिउ परमर्थे जोइया जिणवरु एउँ મળે ।।'
૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૬, શ્લોક ૧૮૯ 'न शुद्धनयतस्त्वेष बध्यते नापि मुच्यते । । '
૩- જુઓ : ‘માંડૂક્ય ઉપનિષદ્' ઉપર રચવામાં આવેલી ‘ગૌડપાદીકારિકા’, પ્રકરણ ૨, કાંડ ૩૨ 'न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधक : I न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता । । '
૪- જુઓ : ‘સાંખ્યકારિકા', શ્લોક ૬૨
Jain Education International
'तस्मान्न बध्यतेऽद्धा न मुच्यते नाऽपि संसरति कञ्चित् । संसरति बध्यते मुच्यते च નાનાશ્રયા પ્રવૃતિઃ ।।'
-
For Private & Personal Use Only
www.jainelibrary.org