________________
ગાથા-પ
૧૭૧
વિના આવા શુષ્કજ્ઞાની એટલે કે પોપટપાઠ કરનાર વાચજ્ઞાની બાહ્યમાં અધ્યાત્મની મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ અંતરમાં મોહજનિત રાગાદિ ભાવમાં પ્રવર્તન કરતા હોવાથી મોક્ષમાર્ગ વિકાસ સાધી શકતા નથી. આવા ભાવ-અધ્યાત્મવિહીન શુષ્કઅધ્યાત્મપ્રધાન જીવોનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે –
શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પશે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કહ્યું છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાત્મીનો છે.”
આ પત્રમાં શ્રીમદે સમાજમાં પ્રવર્તી રહેલા ત્રણ પ્રવાહનો નિર્દેશ કર્યો છે – શુષ્કક્રિયાપ્રધાન જીવો, શુદ્ધક્રિયા-ઉત્થાપક અને શુષ્ક-અધ્યાત્મી જીવો. તેમાં શુદ્ધક્રિયા-ઉત્થાપક અને શુષ્ક-અધ્યાત્મી એ બે પ્રકારનો શુષ્કજ્ઞાનીમાં અંતર્ભાવ થાય છે. શુષ્કજ્ઞાનીના શુષ્કઅધ્યાત્મપણાના પ્રકારનો ઉલ્લેખ શ્રીમદે આ પાંચમી ગાથામાં કર્યો છે તથા શુદ્ધક્રિયાઉત્થાપકપણાના પ્રકારનો ઉલ્લેખ ગાથા ૨૯માં કર્યો છે “લોપે સવ્યવહારને, સાધના રહિત થાય.'
અહીં જણાવ્યા પ્રમાણે શમ-સંવેગાદિ ગુણો પ્રગટવાથી જ સાચી યોગ્યતા પ્રાપ્ત થાય છે અને ત્યારપછી અધ્યાત્મગ્રંથોનું સદ્દગુરુગમથી કરેલું અધ્યયન યથાર્થપણે અંતરમાં પરિણમતાં આત્મજ્ઞાન થાય છે. સ્વચ્છેદે નિશ્ચય વાક્યો વાંચી, ગોખી અને બોલી જવાથી કલ્યાણ થતું નથી. જ્યાં સુધી આચરણ દ્વારા શાસ્ત્રજ્ઞાનને પચાવવામાં ન આવે, ત્યાં સુધી તે જ્ઞાનથી આત્માને પોષણ નથી મળતું. સાચા જ્ઞાન અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. ઉપર્યુક્ત પત્રમાં શ્રીમદે પ્રકાશેલા ભાવનું દર્શન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલ “સાડી ત્રણસો ગાથાનું સ્તવન'ની નીચેની ગાથામાં જોવા મળે છે –
ભાવલવ જેહ વ્યવહાર ગુણથી ભલે, શુદ્ધનયભાવના તેહથી નવિ ચલે; શુદ્ધવ્યવહાર ગુરુયોગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધનયમાં નહિ તે ગણું.”
અહીં જણાવ્યા પ્રમાણે જેમને ભાવલવ, અર્થાત્ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનું કિંચિત્ પરિણામ પ્રાપ્ત થયું છે, તેમણે પણ પોતાના તે પરિણામની શુદ્ધિ-વૃદ્ધિ અર્થે સુગુરુનો ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૧ (પત્રાંક-૪૩૨) ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૬, કડી ૩૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org