Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
છે; પરંતુ તે વચનોનું તેમને ભાવભાસન હોતું નથી કે અંતરંગ અનુભૂતિ હોતી નથી. આત્મજ્ઞાનના અભાવે અંતરમાં વિષય-કષાયનો ઘટાડો નહીં થયો હોવાથી તેઓ મોહાવેશમાં વર્તે છે. અનુકૂળતામાં તેમને રાગ થાય છે અને પ્રતિકૂળતામાં તેમને દ્વેષ થાય છે. આમ, અંતરંગ પરિણમન ઉપર જેમનો લક્ષ નથી, જેઓ મોહભાવ ટાળવાનો પુરુષાર્થ કરતા નથી અને જેઓ માત્ર જ્ઞાનની કોરી વાતોમાં જ રસ ધરાવે છે, તેઓ પોપટિયા બોલ શીખી લઈ તેનો પાઠ કરનાર વાચજ્ઞાની અથવા અધ્યાત્મરસરહિત શુષ્કજ્ઞાની છે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જો જીવ પોતાના આત્મસ્વરૂપને જાણે નહીં, વિશેષાર્થ
1 ઓળખે નહીં, આત્માનો અનુભવ પ્રકાશ અંતરમાં પ્રગટાવે નહીં; તો ભલે તે જીવે શાસ્ત્રાભ્યાસ કરીને નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો પણ તેનું તે સર્વ જ્ઞાન નિષ્ફળ છે, કારણ કે તેનું તે જ્ઞાન બીજું બધું જાણનાર થયું, પણ પોતાના દેહદેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. જે તત્ત્વ પ્રાપ્ત કરવા સર્વ શાસ્ત્રો બોધ્યાં છે, તે આત્મતત્ત્વ જો પ્રાપ્ત ન થાય તો તે સર્વ શાસ્ત્રાભ્યાસ નિરર્થક છે. શાસ્ત્રોમાં એ જ્ઞાન એટલા માટે પ્રકાડ્યું છે કે જીવ પોતાનાં દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનને, રાગ-દ્વેષ આદિ વિષમ ભાવોને, તેમજ જ્ઞાનાવરણીયાદિ કર્મમલને ટાળીને શુદ્ધ નિર્મળ નિજાત્મતત્ત્વની પ્રાપ્તિ કરી કૃતાર્થ થાય. જીવ બહિર્મુખ દૃષ્ટિ ત્યાગી અંતર્મુખ દૃષ્ટિ સાધે; તથારૂપ પરિણતિ પામી, પોતાના અજ્ઞાનાદિ દોષો ટાળી, નિજ શુદ્ધ સહજાત્મ-સ્વરૂપને પ્રગટાવે તો જ તેનો શાસ્ત્રાભ્યાસ સફળ થયો ગણાય અને એ જ્ઞાનને જ યથાર્થ જ્ઞાન કહ્યું છે. શ્રીમદ્ પ્રકાશે છે –
જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.” ભલે નવ પૂર્વ જેટલું શાસ્ત્રાધ્યયન કર્યું હોય, શાસ્ત્રોની વિગતો જીભને ટેરવે રમતી કરી હોય; પરંતુ દેહથી ભિન્ન એવા ચૈતન્યસ્વરૂપ આત્માનો જ્યાં સુધી પ્રગટ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૨
‘જ્ઞાતે સ્થાન નો ભૂયો જ્ઞાતવ્યમવશષ્યતે |
अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૭ (આંક-૨૬૭, કડી ૧) સરખાવો : શ્રી ચિદાનંદજીરચિત, પદ ૪૨, કડી ૧ (‘સજ્જન સન્મિત્ર', પૃ.૭૭૫)
લીં અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયો નહીં; તૌલી મન થિર હોત નહીં છીન, જિમ પીપરકો પાન; વેદ ભણ્યો પણ ભેદ બિના શઠ, પોથી થોથી જાણે રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org