________________
ગાથા-૪
૧૫૫ જો કોઈ દરજી શું સીવવાનું છે તે સાંભળ્યા-સમજ્યા વગર કપડું વેતરી નાખે તો કાપડ નકામું જાય અને નુકસાન થાય; પણ જો તે ધીરજ રાખી સાંભળે તો તેમાં જે વખત જાય છે તે નકામો નથી જતો, પરંતુ કાર્યની યથાર્થતા માટે લાભદાયી નીવડે છે. શું કરાવવું છે? કયું કપડું કઈ રીતે વેતરવું? તેની બધી વિગત સમજવાની ધીરજ રાખે તો જ તે સફળ થાય. તેના વિના કાર્યની ખરી શરૂઆત જ થઈ શકતી નથી. તેમ, પરથી ભિન્ન સ્વાધીન આત્મસ્વરૂપ કેવું છે? બાહ્ય ક્રિયા કરતાં શું સાધવાનું છે? બાહ્ય ક્રિયા કરતાં આત્મલક્ષ કઈ રીતે સાચવવો? ચુકાય નહીં તે માટે શું કરવું? વગેરે સાંભળવાસમજવા જેટલી ધીરજ જો જીવ રાખે તો તે યથાર્થ શરૂઆત કરી રહ્યો હોવાથી તેનું કાર્ય સફળ થાય. છતાં ક્રિયાજડ કાર્યસિદ્ધિ માટે આવશ્યક એવા સ્વરૂપના અભ્યાસ સંબંધી જાતજાતના વાંધા કાઢે છે અને કુતર્ક કરે છે.
ક્રિયાજડ જીવ કહે છે કે “આવું ઝીણું ઝીણું સમજવાનું શું કામ? અંતે તો ક્રોધાદિ ઘટાડવા છેને! તો ભલેને તે અણસમજુ ભરવાડ જેવો હોય, છતાં પણ આ સમજ્યા વગર જો ક્રોધાદિ ઘટાડે તો ધર્મ થઈ જશે.' ભરવાડનો દાખલો લઈને તે સમજ્યા વિના ધર્મ કરવા ઇચ્છે છે, પરંતુ તે જાણતો નથી કે આત્મસ્વભાવ સમજ્યા વગર મોટા વિદ્વાનને કે ભરવાડને - કોઈને ધર્મ થાય એમ બનતું નથી, તેમજ ક્રોધાદિ પણ ખરેખર ઘટતા નથી. ક્રોધ શું? ક્રોધનો કરનાર અને ઘટાડનાર કોણ? તથા જીવનો ક્રોધ વગરનો સ્વભાવ કેવો છે? તે બધું જાણ્યા વગર કોના લક્ષે ક્રોધાદિ ઘટશે? જેમ પ્રકાશ વગર અંધારાનો અભાવ થાય નહીં – પ્રકાશ થાય તો અંધારું ટળે; તેમ ક્રોધરહિત અકષાયી ચિદાનંદસ્વભાવ તરફનો ભાવ પ્રગટ્યા વગર ક્રોધનો અભાવ થાય નહીં. ચૈતન્યસ્વભાવના લક્ષ વગર તે ક્રોધ ટાળવા માંગે તો કાંઈ ક્રોધ ટળે નહીં. ભલે તે કષાયની મંદતા કરે, પણ અનંતાનુબંધી કષાય તો વિદ્યમાન જ રહે છે, તેથી આત્માની સમજણનો પુરુષાર્થ કરવો આવશ્યક છે. “આત્મા તો સૂક્ષ્મ છે, માટે નહીં સમજાય' એમ કદી પણ વિચારવું ન જોઈએ. જે જીવને આત્માની રુચિ હોય તેને આત્મા સમજાય તેવો જ છે. “આ સૂક્ષ્મ છે' એમ કહીને તેની સમજણનો ઉપાય જ છોડી દેવો તે તો આત્માની અરુચિ છે. જ્યાં રુચિ હોય ત્યાં વારંવાર પ્રયત્ન કરતાં કંટાળો આવતો નથી.
પોતાના અનંતસામર્થ્યવાન સ્વભાવનો મહિમા લાવીને રુચિથી વારંવાર પ્રયત્ન કરે તો અલ્પ કાળમાં સ્વભાવ સમજાય અને જન્મ-મરણનાં દુ:ખના ક્ષયરૂપ કાર્યની સિદ્ધિ થાય. પોતાના સ્વભાવની સમજણ સિવાય સર્વ દુઃખથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. પણ આ તથ્યને સમજ્યા વિના ક્રિયાજડ ઊલટું કહે છે કે “સમજવાનું શું કામ છે? કરવા માંડોને! કરની પાર ઊતરની! ક્રિયા કરશું તો પામીશું. સમજવામાં ક્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org