________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
પ૯ reality by his spiritual search, resulted from his thorough self-sincerity.'
પોતાના મહાનિબંધના (Srimad's Authentic Treatise on soul' નામના ૧૫૦ પૃષ્ઠપ્રમાણ સુદીર્ઘ પ્રકરણના પ્રારંભમાં ડૉ. એસ. એમ. પટેલે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પંડિત સુખલાલજીએ કરેલી પ્રશસ્તિ ઉદ્ધત કરી, શ્રીમદે દર્શાવેલ જસ્થાનકનો પરિચય આપ્યો છે. લેખકને કદાચ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રબોધાયેલ તત્ત્વદર્શનની વિચારણા જ અભિપ્રેત હોવાથી તેમણે ચર્ચાનો પ્રારંભ ગાથા ૪૫થી કર્યો છે.
આત્માના અસ્તિત્વ અંગેની શિષ્યની શંકાઓને રજૂ કરી સંશોધનકર્તા કહે છે કે આ દલીલો અગાઉ પણ અનેક દર્શનકારો તરફથી રજૂ થઈ છે, પણ શ્રીમદ્ભા યુવાકાળના તીવ્ર મનોમંથન તથા ગહન અંતર-અન્વેષણની ફળશ્રુતિરૂપે ઉદ્ભવેલી હોવાના કારણે આ દલીલો વધુ યુક્તિસંગત તથા સંગીન લાગે છે. શિષ્યની શંકાઓની લેખકે વિસ્તારમાં ચર્ચા કરીને બતાવ્યું છે કે તે ઉપનિષદ, સાંખ્ય, વેદાંત, જૈન તથા નૈયાયિક માન્યતા સાથે કઈ રીતે ટકરાય છે. વિવિધ પ્રમાણોની સહાય લઈ આત્માને ઓળખવાના શિષ્યના પ્રયાસ પણ તેમણે સુંદર રીતે વર્ણવ્યા છે. સદ્દગુરુએ આપેલા આ શંકાઓના તાત્ત્વિક ખુલાસાના વિવરણમાં લેખકે ડૉ. રાધાકૃષ્ણન વગેરે અનેક દર્શનશાસ્ત્રીઓના અભિપ્રાય ટાંક્યા છે. આત્માના નિત્યત્વ અંગે પૂર્વના અને પશ્ચિમના પ્રાકૃસિદ્ધાંતો(hypotheses)ના પ્રકાશમાં વિચારણા કરી, છ આર્યદર્શનોની પદાર્થના પરિવર્તનશીલ અને શાશ્વત સ્વભાવ વિષેની માન્યતાઓનું સવિસ્તર આલેખન કર્યું છે. ત્રીજા અને ચોથા પદની સમાલોચના અંતર્ગત શ્રી પટેલે વેદાંતાદિ દર્શનો દ્વારા આત્માનાં કર્તૃત્વ અને ભોમ્તત્વની ઉપપત્તિ દર્શાવી છે તથા શ્રીમનાં ગાંધીજી ઉપર લખાયેલા પત્ર તથા અન્ય અવતરણો દ્વારા ઈશ્વરના યથાર્થ સ્વરૂપની સૂક્ષ્મ વિચારણા કરી છે. પાંચમા પદમાં મુક્ત થયા પછીની આત્માની પ્રવૃત્તિ તથા નિર્વાણ સ્થળની ચર્ચા દ્વારા મુક્તાત્માની દશા સુપેરે સમજાવવામાં આવી છે. મોક્ષોપાયના પદમાં શિષ્યના મુખે સમસ્યાની ગંભીરતા તથા ગૂંચ દર્શાવી, લેખકે સદ્દગુરુસમાધાનની ૪૦ પાનાંથી વધુ સુવિસ્તૃત ચર્ચા કરી છે. પ્રત્યેક ગાથાના ઊંડાણમાં જઈને થયેલી આ ચર્ચા વિવિધ દર્શનોનાં અનેક દૃષ્ટિકોણોને આવરી લે છે. ગાથા ૧૦૧માં દર્શાવેલ આત્માનાં ત્રણ ગુણોની ખૂબ વિગતવાર છણાવટ કરી, લેખક એ નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે મોક્ષમાર્ગ ખરેખર સહજ છે, સરળ છે, સુગમ છે. અનેક સ્થળે લેખકે શ્રીમનાં વિભિન્ન વચનોને ટાંકીને ચર્ચાને સુદઢતા આપી છે.
ઉપસંહારમાં શ્રી પટેલે ગાથા ૧૧૩ પછી સીધો ગાથા ૧૨૮નો ઉલ્લેખ કરી 4- Dr. S. M. Patel, 'Philosophy of Srimad Rajchandra' (See : Dr. U. K.
Pungaliya, 'Philosophy and Spirituality of Shrimad Rajchandra', Introduction, pg.29)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org