Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
પ૭ બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજીએ ૨૩ પૃષ્ઠપ્રમાણના સંક્ષિપ્ત પ્રકરણમાં પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિષયની છણાવટને તથા સહવર્તી ઘટનાઓના મૂલ્યાંકનને યથાયોગ્ય ન્યાય આપ્યો છે. (૩) શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર' - પંડિત સુખલાલજી
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' અંગેના શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત તથા ઈ.સ. ૧૯૫૪માં પ્રકાશિત પુસ્તક ‘શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાવિષ્ટ પંડિત સુખલાલજીએ વિ.સં. ૨૦૧૦(ઈ.સ. ૧૯૫૩)માં લખેલી પ્રસ્તાવનાનું શીર્ષક છે - “શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ્'.
ઉચ્ચ કોટિના વિદ્વાન, વિચારક અને તત્ત્વાભાસી પંડિત સુખલાલજી પોતાના ૧૪ પાનાંના લેખના પ્રારંભમાં ભારતની અધ્યાત્મપરંપરામાં શ્રીમદ્ના સ્થાનનો ઉલ્લેખ કરી, ઉલ્લાસ સહિત જણાવે છે કે –
આત્મસિદ્ધિ' વાંચતાં અને તેનો અર્થ પુનઃ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી રાજચંદ્ર આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. ..... સરલ પ્રસન્ન શૈલીમાં આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જોતાં ....... અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મોપનિષદ્ છે.'
“શ્રી રાજચંદ્ર પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમુક્ષુ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રતીતિ માટે જે મંથન કર્યું, જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલી અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે.’
તત્પશ્ચાતુ અભ્યાસપૂર્ણ શૈલીથી પંડિત સુખલાલજી દર્શાવે છે કે જૈન, બૌદ્ધ, સાંખ્ય - સર્વ વિભિન્ન પરંપરાઓમાં પણ અધ્યાત્મલક્ષી નિરૂપણ તત્ત્વદષ્ટિથી જોતાં સમાન છે. સર્વ દર્શનોમાં આત્મજ્ઞાનનું પ્રાધાન્ય છે. સર્વેમાં સાધના એક છે, પોતા વિષેનું અજ્ઞાન નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું. પરંતુ ટૂંકી દૃષ્ટિના કારણે જીવ અભિનિવેશ અને દુરાગ્રહના શિકાર બની બેસે છે, જ્યારે શ્રીમદ્ જેવા વિરલા અધ્યાત્મજિજ્ઞાસુ, દૃષ્ટિની વિશાળતા અને આત્મશુદ્ધિ સાધવાના ઉદ્દેશને મુખ્ય કરી અધ્યાત્મવીર બને છે. આમ, શ્રીમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને નિખાલસતાની પ્રશસ્તિ કરી પંડિત સુખલાલજી કહે છે કે આ ગ્રંથ એવો છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા ૧- શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર', પૃ.૨૫ (સંપાદક : શ્રી મુકુલભાઈ કલાર્થી) ૨- એજન, પૃ.૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org