Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
નથી કે સમજાતો નથી. આવા જીવોનાં કલ્યાણ અર્થે દુર્લભ એવા આ મોક્ષમાર્ગને પ્રકાશવાની ભવ્ય ભાવના શ્રીમદે ભાવી છે. કલ્યાણઇચ્છુક જીવની મૂંઝવણ ટાળવા, તેમનાં હિત માટે નિઃસ્પૃહ ભાવે મૂળમાર્ગ જેમ છે તેમ, કંઈ પણ છુપાવ્યા વિના શ્રીમદે પ્રગટ કર્યો છે. આમ, મુખ્યપણે જેને અનુલક્ષીને મોક્ષમાર્ગ ભાખવામાં આવ્યો છે તે અધિકારી વર્ગની શ્રીમદે અહીં સ્પષ્ટતા કરી છે. જેના કષાય પાતળા પડ્યા હોય, અર્થાત્ જેને તીવ્ર ક્રોધ-માન-માયા-લોભનાં પરિણામ વર્તતાં ન હોય; જેને મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા વર્તતી ન હોય; જેને સંસાર, ભોગ અને દેહ પ્રત્યે વિરક્તિનાં પરિણામ વર્તતાં હોય અને જેને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી, કરુણા આદિ ભાવો સહજ રહેતા હોય એવા આત્મકલ્યાણની ઇચ્છા ધરાવનાર આત્માર્થીને વિચારવા અર્થે અહીં મોક્ષમાર્ગ પ્રકાશ્યો છે. જેને આત્મકલ્યાણની ઇચ્છા નથી એવો મતાર્થીમાનાર્થી જીવ આ ગ્રંથનો અધિકારી નથી; પરંતુ જેને મત, દર્શન, સંપ્રદાય આદિનો આગ્રહ નથી, જે એક આત્મકલ્યાણનો જ ઇચ્છુક છે, આત્માર્થ જ જેનું પ્રયોજન છે એવા આત્માર્થીને વિચારવા અર્થે આ આત્મસિદ્ધિદાયક શાસ્ત્રની રચના થઈ છે.
‘વિચારવા' શબ્દપ્રયોગ દ્વારા શ્રીમદે એમ સૂચિત કર્યું છે કે આ ગ્રંથને માત્ર પઠન-પાઠન, શ્રવણ-કીર્તન સુધી સીમિત ન રાખતાં તેનું મનન તથા નિદિધ્યાસન કરવું, અર્થાત્ તેની વિચારણા કરવી એ વિશેષ મહત્ત્વનું છે. વિચારણા એ આચરણાની પૂર્વભૂમિકા છે. ધર્મ વિચારમાં વણાઈ જવાથી યથાર્થપણે તથા સુગમતાથી આચારમાં ઊતરી શકે છે. વિચારણા કરવાથી તત્ત્વનો નિર્ણય થાય છે, મોક્ષમાર્ગનો નિર્ધાર થાય છે અને તે મુજબ યથાર્થપણે અનુસરવાથી, ઉપયોગ અંતર્મુખ થતાં સ્વરૂપમાં સમાઈ જવાથી સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, વિચારપૂર્વકના તત્ત્વનિર્ણયથી યથાર્થ પરિણમન થાય છે અને યથાર્થ પરિણમનથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિચારણા એ મોક્ષમાર્ગનું અત્યંત ઉપયોગી અને આવશ્યક અંગ છે અને આત્મવિચારણા દ્વારા આત્મસિદ્ધિ કરવી એ જ આ ગ્રંથનું મૂળ પ્રયોજન છે, માટે જ આ ગ્રંથમાં ‘વિચાર' શબ્દનો પ્રયોગ વારંવાર કરવામાં આવ્યો છે.૧ લક્ષ્યની જાગૃતિ અર્થે થોડી થોડી ગાથાઓના અંતરે આ શબ્દ પ્રયોજાયો છે.
-
આમ, આત્માર્થી જીવને આત્માર્થ સાધવા માટે શ્રીમદે આત્માનુભવના નિષ્કર્ષરૂપ અનુભવસિદ્ધ મોક્ષમાર્ગ ખુલ્લો મૂકી દીધો છે. આ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા પોતાનો અહોભાવ દર્શાવતાં કહે છે
‘પરમ. ભાવચિંતામણિ રાજચંદ્રે આ આત્મસિદ્ધિશાસ્ત્રરૂપ અચિંત્ય તત્ત્વખુલ્લેખુલ્લો ખજાનો (greatest open treasure) કંઈ પણ
ચિંતામણિરત્નનિધાન
૧- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ‘વિચાર' શબ્દનો પ્રયોગ ૧૫ વાર કર્યો છે.
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org